Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

whatsapp- 2020 સુધી આ એપ પર આવશે જાહેરાત, યૂઝર્સને અહીથી ડાયરેક્ટ કરી શકશે શોપિંગ

whatsapp- 2020 સુધી આ એપ પર આવશે જાહેરાત, યૂઝર્સને અહીથી ડાયરેક્ટ કરી શકશે શોપિંગ
, સોમવાર, 27 મે 2019 (17:10 IST)
વોટસએપમાં આવતા વર્ષ એટલે 2020થી જાહેરાત પણ દેખાશે. કંપનીએ નીધરલેંડમાં આયોજીત ફેસબુક માર્કેટિંગ દરમિયાન આ વાત સ્પષ્ટ કરી છે. જોકે 2020ન કયા મહિને તેની શરૂઆત થશે હાલ તેના વિશે માહિતી આપી નથી. ફેસબુકના હેડ ઑફ મીડિયા સોશિયલ એડવર્ટાઈઝિંગ ઑલિવિયર પોટવિલી ટ્વીટમાં સમિતની તસ્વીર શેયર કરીને જાહેરાતના ફોર્મેટને પણ બતાવી. 
 
 
સ્ટેટ્સ ટૈબમાં જોડાશે ફીચર 
 
જાહેરાત દેખાતા ફીચરને વોટ્સએપના સ્ટેટસ ટૈબમાં જોડવામાં આવશે.  જે લોકો જાહેરાત આપવા માંગે છે તેમને સ્ટેટસ ટૈબમાં જઈને શેયર કરવુ પડશે.  યૂઝર તેમા ટેક્સ્ટ, ફોટોઝ, વીડિયોઝ અને એનિમેટેડ  GIF શેયર કરી શકે છે. આ 24 કલાક  માટે એક્ટિવ રહેશે.  આ ફીચરને વોટ્સએપના એડ્રોયેડ 2.18.305 બીટા વર્ઝનમાં આ ફીચરને જલ્દી જોડી શકાય છે. 
 
કંપનીએ સમિત દરમિયાન બતાવ્યુ કે વોટ્સએપ પર જાહેરાત કેવી રીતે બતાવાશે. ડેમોમાં બતાવ્યુ કે જાહેરાત પૂરી સ્ક્રીન પર દેખાશે અને એક લિંક સાથે હશે. તેને સ્વાઈપ કરીને યૂઝર્સ ડાયરેક્ટ વેબસાઈટ પર જઈને શોપિંગ કરી શકશે. 
 
કંપનીના રેવેન્યુ પર ફોક્સ 
 
ફેઅબુક સીઈઓ માર્ક જુકરબર્ગનુ લક્ષ્ય વોટ્સએપને પણ મોનોટાઈઝ કરવાનુ છે. જેનાથી વધુ રેવેન્યુ અર્ન કરી શકાય. ફેઅબુકે જ્યારે વોટ્સએપનુ અધિગ્રહણ કર્યુ ત્યારે એવુ કહેવામાં આવતુ હતુ કે વોટ્સએપ એકદ ઈંડિપેડેંટ રહેશે. પછી તેના પર ફેસબુકનો કબજો થતો ગયો.   હવે ફેસબુક, વોટ્સએપ, મેસેંજર અને ઈસ્ટાગ્રામને મળીને ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ બનાવવાની તૈયારીમાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં ફરીવાર એક દુર્ઘટનાઃ નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી પડતા પાંચ મજૂર દબાયા, એકનું મોત