Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JIO Offer - બ્રોડબેંડ સર્વિસમાં 500 રૂપિયામાં 100 GB ડેટા આપશે જીયો

JIO Offer - બ્રોડબેંડ સર્વિસમાં 500 રૂપિયામાં 100 GB ડેટા આપશે જીયો
, મંગળવાર, 30 મે 2017 (12:05 IST)
હવે બ્રોડબેંડ સેગમેંટમાં સર્વિસેઝ શરૂ કરી મોટો તહલકો મચાવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રિલાયંસ જિયો ઓક્ટોબર મહિનામાં પોતાની હોમ બ્રોડબેંડ સર્વિસેઝ-જિયો ફાઈબરની કોમર્શિયલ લૉંચ કરી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે 100 GB ડેટા સાથે જિયોની બ્રેસ પ્રાઈસ 500 રૂપિયા રહેશે  ઉલ્લેખનીય છે કે  Reliance Jio ની એંટ્રી પહેલા જ દેશની સૌથી મોટી ટીલી કોમ કંપની Bharti Airtel એ કમર કસી લીધી છે. તેથી  Airtel એ નવા બ્રોડબેંડ પ્લાન પર  1000 GB સુધીનુ બોનસ ડેટા આપવાની જાહેરાત કરી છે.  એયરટેલ નવો બ્રોડબેંડ પ્લાન  899 રૂપિયાથી શરૂ થાય છે. 
 
સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી શકે છે કોમર્શિયલ લૉન્ચ
 
અન્ય ટેલીકોમ કંપનીઓ હાલ જે ઓફર આપી રહી છે. તેની સામે જિયોનો આ પ્લાન અડધી કિમંત પર આવી રહ્યો છે. અને તેમા ડેટા બમણો છે. મફતમાં આ સર્વિસ માટે ટ્રાયલ કેટલાક શહેરોમાં ચાલી રહી છે અને તેને જૂન પછીથી વધારવામાં આવશે. આ સાથે જ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં તેની કોમર્શિયલ લોંચ કરી શકાય છે. સરકારી કંપની બીએસએનએલ લગભગ 1 કરોડ યૂઝર્સ સાથે હોમ  બ્રોડબેંડ સેગમેંટમાં પ્રથમ નંબર પર છે. 
 
ટેલીકોમ ઈંડ્સ્ટ્રીમાં ફરીથી તહલકો મચી જશે 
 
અંગ્રેજી બિઝનેસ છાપુ ઈકોનોમિક્સ ટાઈમ્સના મુજબ જિયોનો બેસ પ્લાન હેઠળ 100 GB ડેટા 500 રૂપિયામાં આપી શકાય છે.  કંપનીનુ આ લય વર્ષના અંત સુધી 100 શહેરોને કવર કરવાનુ છે. એક્સપર્ટ્સનુ કહેવુ છે કે આ પ્રાઈસિંગ સાથે બ્રોડબેંડ માર્કેટમાં એવી જ હલચલ ઉભી થઈ શકે છે જેવી જિયોના મોબાઈલ સેગમેંટમાં દાખલ થતા જોવા મળી હતી.  જિયોની એફટીટીએચ ઓફરિંગથી કૉમ્પિટીટર્સના મુકાબલે વધુ ઊંચી કૈપેસિટી મળશે. આ રીતે સપ્લાય મોરચા પર વધુ કૈપેસિટી અને ઈનોવેટિવ પ્રાઈસિંગ સાથે આ આ ફિકસ્ડ બ્રોડબેંડ બિઝનેસમાં ઠીક એ જ રીતે હલચલ ઉભી કરી શકે છે જે રીતે મોબાઈલ બિઝનેસ દ્વારા કરી હતી. 
 
 જિયો ફાઈબર નેટવર્ક 100 એમબીપીએસ સુધી ડેટા સ્પીડ આપવામાં સક્ષમ છે. તેને હાલ 10 મોટા શહેરોમાં શરૂ કરવામાં આવ્યુ છે. દિલ્હી પાસે નોએડા અને ગુડગાવમાં પણ આ શરૂ કરવામાં આવી રહ્યુ છે. કંપની મેગા ક્લસ્ટર્સ અને હાઈ રાઈઝ રેજિડેંશલ અપાર્ટમેંટ્સ અને કમર્શલ સ્પેસેઝને ફેજ-2 ના એક્સપૈશન પ્રોગ્રામના રૂપમાં સામેલ કરશે.   કંપની આના કમર્શલ લોંચ સાથે વાઈફાઈ રાઉટરના સબ્સક્રાઈબર્સને પણ અફોર્ડેબલ રિફંડેબલ અમાઉંટ આપવા પર વિચાર કરી રહી છે. સરકારી કંપની બીએસએનએલ લગભગ 1 કરોડ યૂઝર્સ સાથે હોમ બ્રોડબેંડ સેગમેંટમાં પ્રથમ નંબર પર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાંગ્લાદેશ પહોંચ્યુ ચક્રવાતી વાવાઝોડુ MORA, ભારતમાં એલર્ટ સેના તૈયાર