Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાંગ્લાદેશ પહોંચ્યુ ચક્રવાતી વાવાઝોડુ MORA, ભારતમાં એલર્ટ સેના તૈયાર

બાંગ્લાદેશ પહોંચ્યુ ચક્રવાતી વાવાઝોડુ MORA, ભારતમાં એલર્ટ સેના તૈયાર
, મંગળવાર, 30 મે 2017 (11:26 IST)
બંગાળની ખાડીમાં ઉઠનારા ચક્રવાત મોરા મંગળવારે સવારે બાંગ્લાદેશ પહોંચી ગયુ છે. જેને જોતા ભારતીય નૌસેના બાંગ્લાદેશની મદદ માટે સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. એવુ માનવામાં આવી રહ્યુ છેકે બાગ્લાદેશમાં આ વાવાઝોડાની વધુ અસર જોવા મળી શકે છે. તોફાન દરમિયાન લગભગ 54 કિમી. પ્રતિ કલાકની ગતિથી હવાઓ ચાલશે જે 88 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.  
 
હવામાન વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આજે મોરા પુર્વોતરના રાજયોને સ્પર્શ કરતા આ કેરળ તરફ પહોંચશે. જેને કારણે આ રાજયોમાં વરસાદ થશે. એવામાં કેરળમાં આજે ચોમાસાનુ આગમન થયુ છે. સામાન્ય રીતે ચોમાસુ પહેલા કેરળ પહોંચે છે પરંતુ પહેલા તે પુર્વોત્તરના રાજયોમાં પહોંચ્યુ છે.
હવામાન વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આજે દ.આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમમાં ભારે વરસાદ પડી શકે છે. અરૂણાચલ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ પડશે. આસામ, મણીપુર, મેઘાલય અને મિઝોરમમાં 45 થી 65 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. માછીમારોને દરિયાથી દુર રહેવા ચેતવણી આપવામાં આવી છે.
 
   મોરા વાવાઝોડુ કે જે બાંગ્લાદેશ સાથે ટકરાયુ છે તેની અસર પુર્વોત્તરના અનેક રાજયો ઉપર અસર પડી શકે છે અને આ માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. મોરાને કારણે મિઝોરમ, મેઘાલય અને મણીપુર ઉપર માઠી અસર પહોંચશે. બાંગ્લાદેશમાં સિગ્નલ-૭નો ખતરો જારી કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશને સ્પર્શયા બાદ મોરા સીધુ પુર્વ ભારતમાં ટકરાશે.
   મોરાને કારણે બાંગ્લાદેશના ચીટ ગાવ, નૌખાલી, લક્ષ્મીપુર, ફેની અને ચાંદપુર અસર પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Strike - કેન્દ્રની નીતિના વિરોધમાં આજે દેશની તમામ Medicle Shop બંધ રહેશે