Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફોર્ડ ગુજરાતની આઈટીઆઈને 10 કાર એન્જીન આપશે

ફોર્ડ ગુજરાતની આઈટીઆઈને 10 કાર એન્જીન આપશે
અમદાવાદ: , ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (16:25 IST)
આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓને સહયોગ પૂરો પાડવાના કદમ તરીકે ઓટોમોબાઈલ જાયન્ટ ફોર્ડ ઈન્ડીયા ગુજરાતની ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટસ (ITIs) 10 કાર એન્જીનનુ વિતરણ કરશે. ફોર્ડ ઈન્ડીયાએ કાર એન્જીન્સનુ યોગદાન આપવાના નિર્ણયની જાણ ઈ-મેઈલ વડે ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને કરી છે.
 
મિત્રાએ જણાવ્યું હતું કે આ યોગદાનથી આઈઆઈટીના વિદ્યાર્થીઓને  અભ્યાસક્રમ વખતે કાર એન્જીન અંગે પ્રેકટીકલ જ્ઞાન મેળવવામાં સહાયતા થશે. 
 
ફોર્ડ ઈન્ડીયાએ ઈમેઈલમાં જણાવ્યું હતું કે તે દર વર્ષે સપ્ટેમ્બર માસને ગ્લોબલ કેરીંગ માસ તરીકે મનાવે છે. આ ઉજવણીમાં સમાજને વ્યાપકપણે સહાયક બનતી વિવિધ પ્રકારની પહેલનો સમાવેશ થાય છે. આજ પહલરૂપે આઈટીઆઈને કાર એન્જીન આપી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

whatsapp ના આ લેટેસ્ટ ફીચર્સ, તાજેતરમાં થયા છે લાંચ