Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

whatsapp ના આ લેટેસ્ટ ફીચર્સ, તાજેતરમાં થયા છે લાંચ

whatsapp ના આ લેટેસ્ટ ફીચર્સ, તાજેતરમાં થયા છે લાંચ
, ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (15:41 IST)
મેસેજિંગ સર્વિસ વ્હાટસએપના પાછલા કેટલાક મહીનાની અંદર જ ઘણા શાનદાર ફીચર્સ લાંચ કર્યા છે. કંપનીએ આ ફીચર્સ એંડ્રાયડ અને આઈઓએસ બન્ને માટે જ રજૂ કર્યા છે. તેમાંથી કેટલાક ફીચર્સ અત્યારે વ્હાટસએપના બીટા વર્જન માટે જ છે. અહી અમે તમને જણાવીએ છે અહીં અમે તમને તે ફીચર્સ જણાવી રહ્યા છે જે લેટેસ્ટ છે અને તેમના ઉપયોગના વિશે જણાવી રહ્યા છે. 
 
ફેસબુક સ્ટોરી ઈંટીગ્રેશન 
વ્હાટસએપ યૂજર્સ જે સ્ટેટસ નાખે છે તે હવે સીધા ફેસબુક સ્ટોરીજ પર પણ શેયર કરી શકશે. તેના માટે તેમના સ્ટેટસની નીચે એક ઑપ્શન આપશે તેથી હવે સીધા ફેસબુક સ્ટોરી બનાવી શકાય છે. 
 
ફીંગરપ્રીંટ અનલૉક 
વ્હાટસએપ ફિંગરપ્રિંટ અનલૉક એંડ્રાયડ અને આઈઓએસ યૂજર્સ માટે છે. આ ફીચરથી યૂજર્સ ફિંગપ્રિંટ લૉક લગાવી શકે છે. આ ફીચર વ્હાટસએપની સેટીંગમાં છે. 
 
ફોરવર્ડ 
સ્પેમ મેસેજને રોકવા માટે આ ફીચરને બનાવ્યુ છે. જો કોઈને ફારવર્ડ કરેલ મેસેજ તમે આગળ મોકલો છો તો તે મેસેજ પર ફારવર્ડ મેસેજ લખીને આવે છે. આ ફીચરને અત્યારે થોડા સમય પહેલા જ લાંચ કરાયું હતું. 
 
સતત વૉયસ મેસેજેસ 
જો કોઈ યૂજર તમને ઘણા વૉયસ મેસેજ મોકલે છે તો પછી તમને એક -એક કરીને તેને સાંભળવાની જરૂર નથી. તમે સતત તે વૉયસ મેસેજેસને એક પછી એક સાંભળી શકો છો. 
 
ગ્રુપ ઈનવિટીશન 
જો તમે કોઈ ગ્રુપમાં નહી જોડાવા ઈચ્છો છો તો તમારી માટે આ ફીચર ખૂબ મહત્વપૂર્ણઁ છે. આ ફીચરથી તમે  નોબડી ઑપશનને ચયન કરી શકો છો. ગ્રુપ ઈનવિટેશ ત્રણ દિવસમાં  પોત પોતે ખત્મ થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રીમાં રોમિયોગીરી કરનારા માટે અમદાવાદ પોલીસે બનાવી 'She Team'