Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Apple Event 2024: iPhone 16 સિરીઝ થઈ લોન્ચ, ફીચર્સથી લઈને કિંમત સુધીની જાણો સંપૂર્ણ ડિટેલ્સ

iphone 16 pro max
, મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (00:46 IST)
Apple iPhone 16 launch Event 2024 Live Updates: iPhone લવર્સની આતુરતાનો અંત આવ્યો.  એપલે તેમની મેગા ઈવેન્ટ 'ઈટ્સ ગ્લોટાઈમ'માં iPhone 16 સિરીઝ રજૂ કરી છે. કંપનીએ iPhone 16ને નવી ડિઝાઇન સાથે રજૂ કર્યો છે, જ્યારે iPhone 16 Pro અને iPhone 16 Pro Maxને જૂના દેખાવ સાથે રજૂ કરવામાં આવ્યો છે. પ્રો સિરીઝની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, હવે પ્રો સીરીઝમાં યુઝર્સને કેમેરા એક્ટિવેટ કરવા માટે એક નવું બટન મળશે.
 
iPhone 16 સિરીઝ રજૂ કરવાની સાથે, Appleએ Apple AirPods, Apple Watch Series 10 અને Apple Intelligence પણ ઇવેન્ટમાં રજૂ કરી. આવો તમને જણાવીએ ઈવેન્ટ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો...
 

iPhone 16 Pro અને iPhone 16 pro Maxની કિંમત
કંપનીએ iPhone 16 Pro US$999માં લોન્ચ કર્યો છે. જ્યારે iPhone 16 Pro માટે તમારે US $1,199 ખર્ચવા પડશે.
 
 
iPhone 16 Pro કૈમરા ફીચર્સ 

iPhone 16 Pro કેમેરા
48MP પ્રાઇમરી કેમેરા સેન્સર
48MP અલ્ટ્રા-વાઇડ કેમેરા
12MP ટેલિફોટો લેન્સ
 
કંપનીનો દાવો છે કે આઇફોન 16 પ્રોમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ આઇફોન બેટરી લાઈફ હશે. તે A18 Pro પ્રોસેસર પર ચાલશે. જે સેકન્ડ જનરેશનના 3 નેનોમીટર ટ્રાન્ઝિસ્ટરથી બનેલું છે, જે તેને જનરેટિવ AI વર્કલોડમાં બેસ્ટ બનાવવામાં મદદ કરે છે. 6-કોર GPU A18 Pro ને A17 Pro કરતાં 15% વધુ ઝડપી બનાવે છે, જ્યારે A17 Pro કરતાં 20% ઓછા પાવરનો ઉપયોગ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે 19 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી, જાણો કોને કઈ બેઠક પરથી ટિકિટ મળી