Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2024 : ટ્રોફી જીત્યા બાદ RCB એ બદલ્યું ટીમનું નામ, અનબોક્સ ઇવેન્ટમાં ફ્રેન્ચાઈજીએ કર્યો ખુલાસો

IPL 2024 :  ટ્રોફી જીત્યા બાદ RCB એ બદલ્યું ટીમનું નામ,  અનબોક્સ ઇવેન્ટમાં ફ્રેન્ચાઈજીએ કર્યો ખુલાસો
, મંગળવાર, 19 માર્ચ 2024 (21:45 IST)
RCB Team New Name: IPL 2024ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ટીમે એક મોટી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે  બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB 'અનબોક્સ' ઈવેન્ટ ચાલી રહી છે. આ ઈવેન્ટમાં RCB ટીમે પોતાના નવા નામની જાહેરાત કરી છે. છેલ્લા 16 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરીકે જાણીતી આ ટીમ હવે નવા નામ સાથે રમશે.

IPL 2024, RCB, royal challengers bengaluru, RCB team new name, RCB unbox event
 
RCB ની ટીમનું  બદલ્યું નામ
ઉલ્લેખનીય છે કે બેંગ્લોરનું નામ વર્ષ 2014માં બદલીને બેંગલુરુ કરવામાં આવ્યું હતું, પરંતુ RCB ટીમે તેના નામમાં કોઈ ફેરફાર કર્યા વિના જૂના નામથી રમવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે RCB ટીમે તેનું નામ બદલીને રોયલ ચેલેન્જર્સ  બેંગલુરુ કરી દીધું છે. આ નિર્ણય સ્થાનિક સમર્થકોના લાંબા વિરોધ પ્રદર્શનનું પરિણામ છે જેઓ લાંબા સમયથી ફેરફાર માટે દબાણ કરી રહ્યા હતા.
 
RCB ને પ્રથમ ટ્રોફીની આશા 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઈપીએલમાં એક વખત પણ ટાઈટલ જીતી શકી નથી. તે ત્રણ વખત ફાઇનલમાં પણ પહોંચી છે, પરંતુ દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં હવે તેની નજર નવા નામ સાથે આ ટ્રોફી પર ટકેલી છે. તેઓ આ સિઝનની શરૂઆત 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચથી કરશે.
 
IPL 2024 માટે આરસીબી ટીમ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિજયકુમાર વિષાક, આકાશ રે મોહમ્મદ, દીપક, રાજેશ સી. ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, અલઝારી જોસેફ, યશ દયાલ, ટોમ કુરાન, લોકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ, સૌરવ ચૌહાણ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સી.આર.પાટીલ સાથે બેઠક કર્યા બાદ માની ગયા કેતન ઈનામદાર, રાજીનામું પરત ખેંચ્યું