Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2024 Schedule Phase-1, આ ટીમો વચ્ચે થશે પહેલો મુકાબલો

Indian Premier League Schedule 2024
, ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (18:55 IST)
Indian Premier League Schedule 2024
 
ઈંડિયન પ્રીમિયર લીગ (IPL)નુ વર્ષ 2024માં રમાનારી 17મી સીજનના શેડ્યૂલનુ એલાન કરવામાં આવ્યુ છે.  આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીને જોતા 2 ફેજમાં શેડ્યૂલ રજુ કરવામાં આવશે. જેમા પહેલા ફેજનુ એલાન કરવામાં આવ્યુ છે. આઈપીએલના આગામી સીજનની શરૂઆત 22 માર્ચથી થશે. જેમા પહેલો મુકાબલો ગત વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગલોર વચ્ચે રમાશે.  હાલ પહેલા ફેજમાં 17 દિવસ ના શેડ્યૂલનુ એલાન કરવામાં આવ્યુ છે જે 7 એપ્રિલ સુધી છે. બીજી બાજુ બીજા ફેજના શેડ્યૂલનુ એલાન હવે સામાન્ય ચૂંટણીની તારીખોના એલાન પછી કરવામાં આવશે.   
 
ટી20 વર્લ્ડ કપને જોતા આઈપીએલ બધા ખેલાડીઓ માટે છે અહમ 
આ વખતે આઈપીએલ સીજનની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. તો બીજી બાજુ તેના ખતમ થવાના ઠીક પછી ટી20 વર્લ્ડ કપ પણ રમાશે.  આવામાં ટૂર્નામેંટ અનેક ખેલાડીઓ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. બીજી બાજુ કેટલાક ખેલાડી એવા પણ છે જેમને સીજનની શરૂઆત થતા પહેલા જ પોતાનુ નામ પરત લઈ લીધુ છે.  આઈપીએલને આગામી સીજનમાં રમનારી બધી 10 ટીમોને 2 જુદા જુદા ગ્રુપમં વહેંચવામાં આવશે. જેમા એક ગ્રુપમાં રહેનારી ટીમ ઓ જ્યા એકબીજાના વિરુદ્ધ 2 મેચ રમશે તો બીજા ગ્રુપની ટીમ સાથે તેમને ફક્ત એક મુકાબલો રમવાનો રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં અગાઉની સીજન ટ્રોફીને પોતાને નામ કરનારી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં પણ કેટલાક નવા ખેલાડીઓની એંટ્રી થઈ છે.  જેમા રચિન રવિન્દ્રનુ નામ પણ સામેલ છે. જેમને વનડે વર્લ્ડ કપ 2023માં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરવાની સાથે બધાને ખૂબ પ્રભાવિત પણ કર્યા હતા. 
 
મોહમ્મદ શમી ટૂર્નામેંટ શરૂ થતા પહેલા થયા બહાર 
આઈપીએલના અગાઉની સીજનમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ફાઈનલ મુકાબલો હારનારી ગુજરાત ટાઈટંસ ટીમને આગામી સીઝનના શરૂ થતા પહેલા એક મોટો ઝટકો  ઝડપી બોલર મોહમ્મદ શમીના રૂપમાં લાગ્યો છે.  જે અનફીટ હોવાને કારણે આખી ટૂર્નામેંટમાં જોવા નહી મળે. આ ઉપરાંત ગુજરાતની ટીમ જેણે અત્યાર સુધી રમાયેલ 2 આઈપીએલ સીજનમાં હાર્દિક પડ્યાની કપ્તાનીમાં રમ્યા છે. તે 17મી સીજનમાં યુવા ખેલાડી શુભમન ગિલની કપ્તાનીમાં રમતા જોવા મળશે.  આ ઉપરાંત ઋષભ પંતની પણ આઈપીએલના આ સીજનમાં મેદાન પર લાંબા સમય બાદ કમબેક જોવા મળશે. 

અહી જુઓ IPL 2024 સીજનના પહેલા ફેઝનો આખો શેડ્યૂલ 
 
 
ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 22 માર્ચ (ચેન્નઈ)
પંજાબ કિંગ્સ વિ દિલ્હી કેપિટલ્સ, 23 માર્ચ (મોહાલી)
કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ, 23 માર્ચ (કોલકાતા)
રાજસ્થાન રોયલ્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ, 24 માર્ચ (જયપુર)
ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ, 24 માર્ચ (અમદાવાદ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સ, 25 માર્ચ (બેંગલુરુ)
ચેન્નાઈ સુપર કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ, 26 માર્ચ (ચેન્નાઈ)
સનરાઈઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ, 27 માર્ચ (હૈદરાબાદ)
રાજસ્થાન રોયલ્સ વિ દિલ્હી કેપિટલ્સ, 28 માર્ચ (જયપુર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, 29 માર્ચ (બેંગલુરુ)
લખનૌ સુપર જાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ, 30 માર્ચ (લખનૌ)
ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, માર્ચ 31 (અમદાવાદ)
દિલ્હી કેપિટલ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, માર્ચ 31 (વિશાખાપટ્ટનમ)
મુંબઈ ઈન્ડિયન્સ વિ રાજસ્થાન રોયલ્સ, 1 એપ્રિલ (મુંબઈ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ લખનૌ સુપર જાયન્ટ્સ, 2 એપ્રિલ (બેંગલુરુ)
દિલ્હી કેપિટલ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, 3 એપ્રિલ (વિશાખાપટ્ટનમ)
ગુજરાત ટાઇટન્સ વિ પંજાબ કિંગ્સ, 4 એપ્રિલ (અમદાવાદ)
સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ, 5 એપ્રિલ (હૈદરાબાદ)
રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 6 એપ્રિલ (જયપુર)
મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ, 7 એપ્રિલ (મુંબઈ)
લખનૌ સુપર જાયન્ટ્સ વિ ગુજરાત ટાઇટન્સ, 7 એપ્રિલ (લખનૌ)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gulmarg: ગુલમર્ગમાં હિમસ્ખલનથી વિદેશી પર્યટકનું મોત, એક હજુ લાપતા, ભારે તબાહીનો ભય