Select Your Language

IPL 2022 મેગા ઓક્શન માટે નવી તારીખોની જાહેરાત, હવે આ દિવસથી લાગશે ખેલાડીઓની બોલી

webdunia
, ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (17:21 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએ)2022 માટે મેગા ઓક્શન શેડ્યુલને અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે. આઈપીએલ 2022 માટે ખેલાડીઓની નીલામી હવે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં થશે. આ પહેલા એવા સમાચાર હતા કે આઈપીએલની મેગા લીલામીનુ આયોજન સાત અને આઠ ફેબ્રુઆરીએ કરાશે. પણ હવે ક્રિકબજે આઈપીએલ અધિકારીઓના હવાલથી કન્ફર્મ કર્યુ છે કે દરેક ફ્રેંચાઈજીને તારીખની માહિતી આપવામાં આવી છે. 
 
ગુરુવારે સવારે બેઠક દરમિયાન, બીસીસીઆઈના અધિકારીઓએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આંતરરાષ્ટ્રીય મેચો સાથે સંઘર્ષ છતાં હરાજી થશે. હરાજી દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણી રમાશે. બોર્ડે ફ્રેન્ચાઈઝીઓને ખાતરી આપી હતી કે મેચની હરાજી પર કોઈ અસર થશે નહીં અને બંને સમયપત્રક મુજબ ચાલશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ODI 12 ફેબ્રુઆરીએ કોલકાતામાં રમાવાની છે અને આ દિવસે IPL 2022 ની હરાજીનો પહેલો દિવસ છે.
 
 
આ પહેલા એવા સમાચાર હતા કે લીલામી યુએઈમાં થશે પણ બીસીસીઆઈની હાલ આવી કોઈ યોજના નથી. કોરોના વાયરસના ઓમિક્રોન વૈરિએંટના મામલાના વધવાની દિશામાં વિદેશ યાત્રાને લઈને પ્રતિબંધ લાગી શકે છે. જેને કારણે ભારતમાં આને કરાવવુ સહેલુ રહેશે. આ વર્ષે આઈપીએલમા 10 ટીમો રહેશે. જોકે લખનૌ અને અમદાવની નવી ટીમો જોડાય  ગઈ છે. બંને ટીમો પાસે ડ્રાફ્ટમાંથી પસંદ કરવાન ત્રણ ખેલાડીઓનુ એલાન કરવા માટે ક્રિસમસ સુધીનો સમય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્કૂલોમાં કોરોના: વાઘાણીનું મોટું નિવેદન- ગુજરાતમાં શાળાઓમાં ઓમિક્રોનની એંટ્રી છતા ઓફલાઈન શિક્ષણ નહી થાય બંધ, ફરીથી લેવાશે સંમતિપત્ર