Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

ભારતીય ક્રિકેટરોની સેલેરી વધી, રદ્દ થયેલી સીઝનનો પૈસો પણ મળશે, સૌરવ ગાંગુલીનો દિલ જીતનારો નિર્ણય

ભારતીય ક્રિકેટરોની સેલેરી વધી
નવી દિલ્હી. , સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (17:24 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ એકવાર ફરી એક મોટો નિર્ણય લેતા ખેલાડીઓ અને તેમના ફેંસનુ દિલ જીતી લીધુ છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ સોમવારે ભારતીય ઘરેલુ ક્રિકેટરોની સેલેરી  (Indian Domestic Cricketers Salary Increased) મા નફાનુ એલાન કર્યુ. બીસીસીઆઈએ સીનિયર ઘરેલુ ક્રિકેટરોની સેલેરી પ્રતિ મેચ 60 હજાર રૂપિયા કરી દીધી છે. જે ખેલાડી 40 કે તેનાથી વધુ મેચ રમી છે તેમને દરેક મેચના 60 હજાર રૂપિયા મળશે. બીજી બાજુ અંડર-23 અને અંડર-19 ખેલાડીઓની પણ સેલેરી વધારવામાં આવી છે. જે ખેલાડી 40 કે તેનાથી વધુ મેચ રમ્યા છે અને દરેક મેચના 60 હજાર રૂપિયા મળશે. બીજી બાજુ અંડર-23 અને અંડર-19 ખેલાડીની પણ સેલેરી વધારી છે. અંડર-23ના ખેલાડીઓને દરેક મેચના 25 હજાર રૂપિયા મળશે અને અંડર 19 ક્રિકેટરોને પ્રતિ મેચ 20 હજાર રૂપિયા આપવામાં આવશે. 
 
સોમવારે બીસીસીઆઈની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCI ના સચિવ જય શાહે ટ્વિટ કરીને સ્થાનિક ક્રિકેટરોને આ ગુડ ન્યુઝ આપ્યા છે. એટલું જ નહીં, 2019-20 ડોમેસ્ટિક સિઝનમાં ભાગ લેનારા ખેલાડીઓને 50 ટકા વધારાની મેચ ફી આપવામાં આવશે. 2020-21 સીઝન રદ્દ થવાને કારણે બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કોરોનાને કારણે 2020-21માં રણજી ટ્રોફી સહિત સમગ્ર ઘરેલુ સીઝન રદ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેક્સીનની બંને ખોરાક લઈ ચુકેલા ભારતીયોને ઈગ્લેંડમાં 10 દિવસનુ ક્વોરંટાઈન જરૂરી, UKએ બદલ્યો પ્રવાસ નિયમ