Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

T-20 World Cup- વર્લ્ડ ચેંપિયન કપ્તાનએ આ ટીમને જણાવ્યુ ટ્રાફેનો પ્રબળ દાવેદાર

T-20 World Cup- વર્લ્ડ ચેંપિયન કપ્તાનએ આ ટીમને જણાવ્યુ ટ્રાફેનો પ્રબળ દાવેદાર
, શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:39 IST)
ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં થનાર ટી20 વર્લ્ડ કપ માટે બધા દેશ પોતાની ટીમ જાહેર કરી ચુક્યા છે. આ વખતે UAE માં ટી 20 વર્લ્ડ કપનો આયોજન થશે. લોકો તેમની પસંદની ટીમને વર્લ્ડકપનો દાવેદાર જણાવી રહ્યા છે. વેસ્ટ ઈંડીઝને ટી 20 વર્લ્ડ વિજેતા બનાવવાત કપ્તાન ડેરેન સેમીએ તેમની ટીમના વખાણ કર્યા છે. 
 
વર્લ્ડ કપમાં શરૂઆતના રાઉન્ડ 17 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં 4 ટીમો સુપર-12માં જગ્યા બનાવશે. તો 8 ટીમો સીધી સુપર-12માં પહોંચશે. આ 8 ટીમોની વર્લ્ડ કપની દાવેદારી વિશે જાણો...વેસ્ટ ઇન્ડિઝ-મોટા સ્ટાર્સની વાપસીથી ચેમ્પિયનને આશાબેટિંગ: ગેલની હાજરીથી ટોપ ઓર્ડર મજબૂત. પોલાર્ડ-પુરન-રસેલનું બેટ ચાલ્યું તો હરીફ ટીમને તકલીફ થઈ શકે છે.
 
બોલિંગ: રામપાલની 6 વર્ષ બાદ વાપસી. થોમસ, એલેન, વોલ્શ પાસેથી મદદ મળશે.
 
ઓલરાઉન્ડર: પોલાર્ડ, બ્રાવો, રસેલ કોઇ પણ પ્રકારની બોલને બાઉન્ડ્રી બહાર મોકલી શકે છે.નબળાઈ: લાંબી ઇનિંગ રમનાર ખેલાડી નહીં.અમારુ મંતવ્ય: બીજી સૌથી મજબૂત દાવેદાર.પ્લેયર ટુ વોચ: નિકોલસ પુરન.ઇંગ્લેન્ડ-વન-ડે વર્લ્ડ કપ જીતથી આત્મવિશ્વાસ વધશે. 
 
બેટિંગ: બેયરસ્ટો, બટલર જેવા સ્ટ્રાઇકર. નંબર-1 મલાન અને લિવિંગસ્ટોન પણ મજબૂત ખેલાડી. મોર્ગન-મોઇનના હોવાથી મદદ મળશે.બોલિંગ: મિલ્સની સુપર સ્પીડ બોલિંગ. જોર્ડન, વોક્સ, વુડની ગતી. સ્પિનર્સ મહત્વના.ઓલરાઉન્ડર: અલી, સેમ કરન, વિલે, વોક્સ જેવા ઘણા વિકલ્પ છે.નબળાઇ: સ્ટોક્સની ગેરહાજરી નડશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

SCO સમિટમાં PM મોદીનું સંબોધન