Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

SRH vs RCB- RCB કેપ્ટન વિરાટ કોહલીને આઉટ થયા પછી ખાલી ખુરશી પર બેટ મારવી મોંઘી પડી, મેચ રેફરીએ આપ્યો ઠપકો

IPL 2021 KKR vs SRH
, ગુરુવાર, 15 એપ્રિલ 2021 (10:58 IST)
IPL 2021 ની છઠ્ઠી મેચમાં રૉયલ ચેલેંજર્સ બેંગલોર (RCB) એ સનરાઈજર્સ હેદરાબાદ (SRH) ના છ રનથી હરાવ્યુ  અને પ્વાઈટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયુ. આ મેચમાં આરસીબીના  કેપ્ટન વિરાટ કોહલીએ 29 બૉલ પર 33 રન બનાવ્યા. જેસન હોલ્ડરની બૉલ પર વિજય શંકરએ કેચ પક્ડ્યા પછી જ્યારે વિરાટ પેવેલિયન પરત થઈ રહ્યા હતો , તો તેણે પોતાની બેટથી બાઉંડ્રી કુશન અને ડગઆઉટમાં ખાલી પડી ખુરશીને જોરથી હિટ કરી. આ રીતે ગુસ્સા કાઢવા બદલ  વિરાટને મેચ પછી ઠપકો સાંભળવા મળ્યો. 
 
આઈપીએલ મેનેજમેંટે કહ્યુ  કે મિસ્ટર કોહલીએ આઈપીએલ કોડ ઑફ કંડક્ટના લેવલ 1 ઓફેંસ 2.2ને ભંગ  કર્યો છે. કોડ ઑફ કંડક્ટમા લેવલના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ હોય છે વિજય શંકરએ ડાઈવ લગાવીને વિરાટનો કેચ લપક્યો હતો. વિરાટ રીતે આઉટ થઈને ખૂબ ગુસ્સામાં પેવેલિયન  પરત ફર્યો. તે સમયે તેણે ખાલી પડેલી  ખુરશી પર પોતાનુ  બેટ માર્યુ. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ શેયર થયો છે. 
 
વિરાટ કોહલી  12.1 ઓવરમાં આઉટ થયા ત્યારે આરસીબીનો (RCB) સ્કોર 91 હતો. આ પછી, ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરી અને આરસીબીનો સ્કોર 149 રન સુધી પહોંચાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી, 59 રનની ઇનિંગ રમીને. જેના જવાબમાં એસઆરએચ (SRH) ની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન જ બનાવી શકી. વિરાટની ટીમ પ્રથમ બે મેચ જીતીને આઈપીએલ 2021 પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માણસોની સાથે-સાથે કોરોના જંગલોને ભરખી રહ્યો છે, 14 લાખ કિલો લાકડા સળગી ગયા ચિતાઓ માટે