Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માણસોની સાથે-સાથે કોરોના જંગલોને ભરખી રહ્યો છે, 14 લાખ કિલો લાકડા સળગી ગયા ચિતાઓ માટે

માણસોની સાથે-સાથે કોરોના જંગલોને ભરખી રહ્યો છે, 14 લાખ કિલો લાકડા સળગી ગયા ચિતાઓ માટે
, ગુરુવાર, 15 એપ્રિલ 2021 (09:49 IST)
કોરોનાની બીજી લહેર ઝડપથી વધતાં કોરોનાના કેસ અને મોતના કારણે પર્યાવરણ પર અસર થવા લાગી છે. લાશોના અંતિમ સંસ્કાર માટે અચાનક લાડકાની ખપત વધી ગઇ છે. જેની પૂર્તિ કરવા માટે હવે ઝાડ પર આરી ચલાવવામાં આવી રહી છે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં દરરોજ 600 લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.  
 
જેમાં લગભગ 96 હજાર કિલો લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોનાની મહામારીમાં જ્યાં દર્દીઓને ઓક્સિજની જરૂર હોય છે, તો બીજી તરફ ઝાડના કટિંગના લીધે પ્રાકૃતિક ઓક્સિઝન પણ ઓછો થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ઘણા જંગલોના ડઝનો એકર જમીનના ઝાડ કાપવામાં આવી રહ્યા છે. લાકડાનો વેપાર 8 થી 9 ગણો વધી રહ્યો છે. 
 
સુરતમાં દરરોજ 9 થી 11 ટ્રક લાકડા કિમ અને નજીકના ગ્રામીણ વિસ્તારમાંથી આવી રહ્યા છે. એક અનુમાન મુજબ ગત 15 દિવસમાં ગુજરાતમાં લાશોના અંતિમ સંસ્કારમાં 14 લાખ 40 હજાર કિલો લાકડા સળગાવવામાં આવ્યા. 
 
માત્ર સુરતમાં 2 લાખ 88 કિલો લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્મશાન ઘાટના કર્મચારીઓના અનુસાર એક લાશ સળગાવવા માટે લગભગ 160 કિલો લાકડાનો ઉપયોગ થાય છે. હાલ લાશ સળગાવવા માટે દેસી બાવળ, કેરી જેવા ઝાડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
 
સુરતના ઉમરામાં લાશોની સંખ્યા વધવાના કારણે સ્મશાન ઘાટ પાસે ખાલી મેદાનમાં 20 થી 25 લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સ્મશાન ઘાટો પર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક લાશ સળગાવવા માટે અલગ-અલગ સ્મશાન પર લાકડાના ભાવ અલગ-અલગ લેવામાં આવે છે. 
 
ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે 2100 રૂપિયા લેવામાં આવે છે. સ્મશાનકર્મીઓએ જણાવ્યું કે એક લાશને સળગાવવા માટે લગભગ 160 કિલો લાકડું જોઇએ છે, વધુ લાકડાની જરૂર પડતાં અને વધુ લાકડા આપવામાં આવે છે. તેનો વધારો ચાર્જ લેવામાં આવતો નથી. 
 
સામાન્ય દિવસોમાં સુરતમાં દરરોજ 20-30 લાશના અંતિમ સંસ્કાર થાય છે. તેમાં 70 લાશના અંતિમ સંસ્કાર વિદ્યુત વડે બાકીના લાકડા અથવા પછી કેટલાકમાં દફન કરવામાં આવે છે. કોરોનામાં હવે લગભગ 150 થી 200 લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. 
 
એક અનુમાન અનુસાર અમદાવાદમાં દરરોજ 300, વડોદરામાં 100 અને રાજકોટમાં 80 લાશોના અંતિમ સંસ્કાર લાકડા વડે કરવામાં આવે છે. આ ત્રણે શહેરોમાં દરરોજ લગભગ 77 ટન લાકડા બળીને ખાખ થઇ રહ્યા છે. લાકડા વડે અંતિમ સંસ્કારની સમસ્યા એટલા માટે વધતી જાય છે કારણ કે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહની સંખ્યા ઓછી અને લાશોની સંખ્યા વધુ. 
 
ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં ત્રણથી ચાર લાશ સળગાવ્યા બાદ મશીનનું મેન્ટેન્સ કરવું પડે છે. 24 કલાકમાં એકવાર બેસિક રિપેરિંગ માટે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહને થોડા કલાકો માટે બંધ રાખવું પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કોરોનાનો કેર : સ્મશાનોમાં કલાકોનું વેઇટિંગ, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ