Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

Water Melon, Summer, Fruits, Water Melon in Summer
, બુધવાર, 26 માર્ચ 2025 (14:52 IST)
Tips To Pick Watermelon : માર્ચ મહિનામાં કડક ધૂપ પોતાની અસર બતાવી રહી છે અને ગરમી દિવસો દિવસ વધતી જઈ રહી છે. ગરમીમાં તરબૂચની માંગ વધી જાય છે. તરબૂચ અનેક જરૂરી વિટામિન અને ખનીજો વિશેષ રૂપથી વિટામીન સી અને એ થી ભરપૂર હોય છે. આ ફળ ગરમીમાં આખો, ત્વચા અને અહી સુધી કે દિલના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. તપતી ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો આનુ સેવન કરે છે. 
 
માર્ચનો મહિનો આવતા જ બજારમાં તરબૂચની આવક શરૂ થઈ જાય છે. લોકો તરબૂચ બજારમાંથી ખરીદીને લાવે છે પણ કાપ્યા પછી અનેકવાર મન દુખી થઈ જાય છે જો તરબૂચ કાચુ નીકળે કે મીઠુ ન લાગે.  
 
તરબૂચ કાચુ કે મીઠુ ન નીકળવુ તમારા મૂડ અને પૈસા બંનેને ખરાબ કરે છે પણ જો તમે બજારમાંથી તરબૂચ ખરીદીને લાવી રહ્યા છો તો તમે કાપ્યા વગર તરબૂચ ચેક કરી શકો છો કે તે ગળ્યુ અને પાકુ હશે કે નહી. 
 
જીલ્લા ઉદ્યાન અધિકારીએ જણાવ્યુ કે તરબૂચને આંગળીઓથી વગાડીને તેની ઓળખ કરી શકો છો. તરબૂચની ઉપર તમે આંગળીઓથી મારો છો તો તેની અંદરથી હૉલો સાઉંડ આવે છે મતલબ કે તરબૂચની અંદરથી ખોખલાપણાનો અવાજ આવી રહ્યો છે તો તરબૂચ મીઠુ હશે. 
 
તરબૂચ ખરીદતી વખતે છાલટાથી પણ સાચો અંદાજ લગાવી શકાય છે કે તરબૂચ પાકુ છે કે નહી. જો તરબૂચની ઉપર ધબ્બા જોવા મળી રહ્યા છે તો તમે બિંદાસ તરબૂચ ખરીદી શકો છો. આવુ તરબૂચ નેચરલ રીતે પાકેલુ હશે અને જો તરબૂચ ઉપર વધારે પડતા નિશાન દેખાય કે કાળા ધબ્બા જેવા લાગે તો આવુ તરબૂચ બિલકુલ ન ખરીદશો. 
 
તરબૂચને જલ્દી બજારમાં વેચવાના ચક્કરમાં ખેડૂત અનેકવાર કેમિકલનો પણ ઉપયોગ કરે છે. આવુ તરબૂચ ઓળખવુ પણ જરૂરી છે. જો તરબૂચના છાલટા ઉપર પીળા ધબ્બા જોવા મળી રહ્યા છે તો તેને ખરીદી શકાય છે. પીળા ધબ્બા ધૂપના સંપર્કમા આવવાથી આવી જાય છે. પણ જો તરબૂચની ઉપર ઘટ્ટ લીલો અને નિશાન વગરનુ તરબૂચ છે તો આ વાતની શક્યતા છે કે તરબૂચ કેમિકલથી પકવ્યુ છે.  કેમિકલથી પકવેલુ તરબૂચ તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો