Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Home Tips - ખૂબ જ કામની છે આ કિચન ટિપ્સ - જરૂર ધ્યાનમાં રાખો

Home Tips - ખૂબ જ કામની છે આ કિચન ટિપ્સ - જરૂર ધ્યાનમાં રાખો
, શનિવાર, 31 માર્ચ 2018 (16:39 IST)
1. જો તમે રાત્રે ચણા પલાડવાનુ ભૂલી ગયા છો અને સવારે તમારે ચણાનુ શાક બનાવવુ છે તો કુકરમાં ચણા સાથે પપૈયાના ટુકડા નાખી દો. તેનાથી ચણા સહેલાઈથી બફાય જાય છે. 
 
2. જો બટાકા રીગણ વગેરે શાક સમાર્યા પછી ભૂરા પડી જાય છે. તો શાકભાજીને કાપીને તરત મીઠાના પાણીમાં નાખી દોઇ. તેનો રંગ ભૂરો નહી થાય. 
 
3. જો ક્યારેક શાકમાં મીઠુ વધારે જાય તો લોટની નાની નાની ગોળીઓ બનાવીને શાકમાં નાખી દો. હવે ઉકળ્યા પછી શાકભાજીમાંથી  લોટની ગોળીઓ કાઢી લો. 
 
4. દહીવાળા શાકભાજીમાં મીઠુ ઉકળી ફૂટ્યા પછી નાખો. આવુ કરવાથી દહી ફાટે નહી સાથે જ ધીમા તાપ પર હલાવતા પકવો.
 
5. પનીરનુ શાક બનાવવા માટે પનીર તળ્યા પછી તેને થોડી વાર ગરમ પાણીમાં મુકો પછી પાણીમાંથી કાઢ્જીને ગ્રેવીમાં થોડીવાર પકવો. પનીર નરમ રહેશે. 
 
6. ભરવા શાક બનાવતી વખતે મસાલામાં થોડી સેકેલી મગફળીનો ચુરો નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે. 
 
 7. ભીંડા કાપતી વખતે ચપ્પુ પર લીંબૂ લગાવી લો. તેનાથી ભીંડાની લેસ ચોંટે નહી.  
 
8. બદામને ગરમ પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખવાથી છાલટા સહેલાઈથી ઉતરી જાય છે. 
 
9. લીલા મરચાની દંઠલ તોડીને મરચા ફ્રિજમાં મુકવાથી મરચા જલ્દી ખરાબ થતા નથી.
 
10. દૂધને ઉકાળતી વખતે તપેલા પર એક મોટી ચમચી કે કડછી મુકી દો તેનાથી દૂધ બહાર નહી પડે. 
 
11. ઘી બળી જાય તો તેમા  કાચુ બટાકુ નાખી દો. તેનાથી ઘી સાફ થઈ જાય છે. 
 
12 મહિનામાં એક વાર મિક્સર અને ગ્રાઈંડરમાં મીઠુ નાખીને ચલાવી દો તેનાથી બ્લેડની ઘાર સારી રહેશે. 
 
13. ચામડી બળે તો કેળુ મસળીને લગાવી દો ઠંડક રહેશે. 
 
14 . નારિયળને તોડતા પહેલા ફ્રીજરમાં 10-15 મિનિટ માટે મુકી દો. તેનાથી તે સહેલાઈથી તૂટી જાય છે.  
 
15. ચોખામાં મીઠુ મિક્સ કરી રાખો.... ચોખામાં કીડા નહી પડે. 
 
16. ડબ્બામાં ગળ્યા બિસ્કિટ મુકતા પહેલા 1 ચમચી ખાંડ નાખી દો. બિસ્ક્ટિ
 
17. મેથીની કડવાશ દુર કરવા માટે મીઠુ નાખીને થોડી વાર રાખી મુકો. તેનાથી કડવાશ દૂર થઈ જાય છે. 
 
18. લીલા વટાણાને કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને ફ્રિજમાં મુકો. તેનાથી વટાણા વાસી નથી થતા. 
 
19. વેલણ પર લોટ ન ચોંટે એ માટે વેલણને 4-5 મિનિટ ફ્રિજમાં મુકી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી વાર્તા - સસ્સારાણા સાકરિયા...