Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેલુ ઉપાય - કોબીજમાં રહેલા છે આ ફાયદા

ઘરેલુ ઉપાય -  કોબીજમાં રહેલા છે આ ફાયદા
, ગુરુવાર, 15 માર્ચ 2018 (10:22 IST)
કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે.  કોબીજથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે. આવો જાણીએ કોબીજના વધુ ફાયદા.. 
 
વજન ઘટાડો - કોબીજ વજન ઘટાડવામાં ખૂબ લાભકારી છે. આ માટે કોબીજને ઉકાળો અને સૂપ બનાવીને પી લો. તેને રોજ દહી અને અન્ય શાકભાજીની સાથે સલાદ બનાવીને ખાવ. તેનાથી ખૂબ ફાયદો મળશે.
 
કબજિયાત - કોબીજથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.  આનાથી પાચન ક્રિયા સારી રહે છે અને કબજિયાત પણ દૂર થાય છે. કોબીજથી પેટ સાફ પણ રહે છે.  
 
કેંસર - કોબજીનું સેવન કરવાથી શરીરમાં કેંસરની શક્યતા થોડી હદ સુધી ઓછી થઈ જાય છે. કારણ કે તેમા કાર્બોનૉલ, સલ્ફોરેન, ડિનડૉલીમેથેન, લ્યૂપેલ, સિનીગ્રિનઈંડોલ જોવા મળે છે. જેનાથી કેંસરની શક્યતા ઓછી થાય છે. 
webdunia
આંખોની સુરક્ષા - કોબીજમાં બીટા કૈરોટીન જોવા મળે છે જે મોતિયાબિંદ અને નેત્ર સંબંધી સમસ્યાને દૂર કરે છે અને આંખોની સુરક્ષા પણ કરે છે. 
 
રોગપ્રતિરોધક ક્ષમતા -  કોબીજમાં વિટામિન-સી ની માત્રા વધુ હોય છે. જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને શરીરને સુરક્ષિત રાખે છે. 
 
ત્વચા રહે સ્વસ્થ - કોબીજના નિયમિત સેવનથી ચેહરો સુંદર દેખાય છે અને ત્વચામાં ચમક આવે છે. કારણ કે તેમા વધુ પ્રમાણમાં એંટીઑક્સીડેંટ્સ અને ફાઈટોકૈમિકલ જોવા મળે છે. જેનુ રોજ સેવન કરવાથી નેચરલ ગ્લો પણ આવે છે. 
webdunia
કોબીજના અન્ય ફાયદા 
 
1. કોબીજથી રંગ સાફ થાય છે. 
2. કોબીજમાં એમીનો એસિડ હોય છે જે સોજાને ઘટાડે છે. 
3. કોબીજના નિયમિત સેવનથી વાળને ખૂબ ફાયદો મળે છે. 
4. કોબીજથી લોહીની કમી દૂર થાય છે  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો શા માટે પીરીયડસના સમયે દુખાવો હોય છે