આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક એવી આદતો હોય છે જેને નજર અંદાજ કરી શકાતી નથી અને ભારે ભરકમ દવાઓ ખાવી પણ યોગ્ય નથી. તો પછી આપણી કેટલીક બીમારીઓની સારવાર રસોડામાં જ મળી જાય તો.. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે રોજબરોજની સમસ્યાઓમાં લવિંગ કેવી રીતે ફાયદો પહોંચાડે છે. સદીઓથી મસાલાના રૂપમાં વરરાતી લવિંગ ઔષધીય ગુણોનો ખજાનો છે.
પ્રોટીન અને આયરનથી ભરપૂરથી લવિંગ - તેમા પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઈડ્રોક્લોરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાધારણ શરદી તાવથી લઈને બીજી પણ અનેક સમસ્યાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
લવિંગનુ તેલ પેટની તકલીફમાં આરામ આપશે. - પાચન, ગેસ, કાંસ્ટીપેશનની સમસ્યાથી પીડિત લોકો માટે લવિંગ ખૂબ ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણીમાં કેટલાક ટીપા લવિંગના તેલના નાખીને પીવાથી ખૂબ આરામ મળશે.
- શરદી તાવની સમસ્યાના સમયે મોઢામાં આખી લવિંગ રાખવાથી તાવ સાથે જ ગળામાં થનારા દુખાવાથી પણ આરામ મળે છે.
મોઢાની દુર્ગંધ કરે દૂર - મોટાભાગના લોકોને મોઢામાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ રહે છે. આવા લોકો માટે લવિંગ ખૂબ જ લાભકારી હોય છે. 40થી 45 દિવસ સુધી રોજ સવારે મોઢામાં આખી લવિંગનુ સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
ચેહરાના દાગ-ધબ્બા કરે દૂર - ચેહરાના દાગ-ધબ્બા કે પછી શ્યામ ત્વચાને નિખારવા માટે પણ લવિંગ લાભકારી છે. લવિંગના પાવડરને કોઈ ફેસપેક કે પછી બેસન સાથે મિક્સ કરીને લગાવી શકાય છે. પણ ફ્કત લવિંગનો પાવડર ક્યારેય ચેહરા પ ન લગાવવો જોઈએ કારણ કે તે ખૂબ ગરમ હોય છે.
સુકા વાળને બનાવો સિલ્કી - જે લોકોના વાળ અવારનવાર ખરે છે કે પછી સુકા સુકા રહે છે. તે લોકો લવિંગથી બનેલ કંડીશનર ઉપયોગ કરી શકે છે. કે પછી લવિંગના થોડા પાણીમાં ગરમ કરી તેનાથી વાળ ધોઈ શકાય છે. તેનાથી વાળ ધટ્ટ અને મજબૂત થાય છે.