Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હરસ-મસા-પાઈલ્સથી છો પરેશાન તો એકવાર જરૂર અપનાવી જુઓ આ ઉપાય

હરસ-મસા-પાઈલ્સથી છો પરેશાન તો એકવાર જરૂર અપનાવી જુઓ આ ઉપાય
, મંગળવાર, 3 એપ્રિલ 2018 (15:57 IST)
પાઈલ્સ(હરસ) ખૂબ જ પીડાદાયક બીમારી છે.  આજકાલ આ બીમારી સામાન્ય જોવા મળી રહી છે. આ બીમારીનુ ખાસ કારણ ઓછી માત્રામાં પાણી પીવુ, અનિયમિત દિનચર્યા અને ખાનપાન છે. પાઈલ્સ બે પ્રકારની હોય છે. લોહીયાળ હરસ અને મસ્સાવાળી હરસ. લોહીયાળ પાઈલ્સમાં મળત્યાગ કરતી વખતે પીડા સાથે લોહી પણ ખૂબ નીકળે છે. મસ્સાવાળી પાઈલ્સમાં પીડા અને ખંજવાળની સમસ્યા હોય છે. આ પાઈલ્સમાં સોજો ગુદાની એકદમ બહાર હોય છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલુ ઉપાયોથી છુટકારો મેળવી શકો છો. 
 
1. જીરાનો ઉપયોગ - જીરાનો પ્રયોગ માટે 2 લીટર છાશમાં 50 ગ્રામ જીરા પાવડર અને થોડુ મીઠુ મિક્સ કરો. જ્યારે પણ તમને તરસ લાગે તેને પીવો. ચાર દિવસ સતત પીવાથી મસ્સા ઠીક થઈ જાય છે. આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરા પાવડર નાખીને પી શકો છો. 
 
2. જાંબુ અને કેરીની ગોટલી - લોહીયાળ બવાસીરમાં આ ખૂબ જ અસરદાર ઉપાય છે અને કેરીની ગોટલીની અંદરના ભાગને સૂકાવીને ચૂરણની જેમ વાટી લો. રોજ કુણા પાણી કે છાશમાં એક ચમચી ચૂરણ મિક્સ કરીને પીવો. 
 
3. ઈસબગોલ- ઈસબગોલના સેવનથી અનિયમિત અને સખત મળથી છુટકારો મળે છે.  તેને ખાવાથી પેટ ખૂબ જ સહેલાઈથી સાફ થઈ જાય છે અને મળત્યાગના સમયે દુ:ખાવો પણ થતો નથી. 
 
4. મોટી ઈલાયચી - બવાસીરના ઉપાચાર માટે મોટી ઈલાયચી ખૂબ કારગર ઉપાય છે.  તેનો પ્રયોગ કરવા માટે 50 ગ્રામ મોટી ઈલાયચીને તવા પર મુકીને સારી રીતે સેકી લો અને પછી ઠંડી કરીને તેને વાટી લો.  રોજ ખાલી પેટ આ ચૂરણનું પાણી સાથે સેવન કરો. 
 
5. કિશમિશ - પાઈલ્સને ખતમ કરવા માટે કિશમિશ પણ લાભકારી છે. તેના ઉપયોગ માટે રાત્રે 100 ગ્રામ કિશમિશ પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પાણીમાં મસળી લો અને રોજ તેનુ સેવન કરો. 
 
6. તજનુ ચૂરણ - આ માટે 1 ચમચી મધમાં 1/4 ચમચી તજનુ ચૂરણ મિક્સ કરો અને રોજ ખાવ. પાઈલ્સથી જલ્દી છુટકારો મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી બાળવાર્તા- મિઠ્ઠુરામનો અવાજ