Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા

રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા
, મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (00:29 IST)
જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ રક્ત કોશિકાઓને વધારવામાં સહાયક છે.  જીરાવાળા પાણીમાં ગોળ નાખીને પીવાથી લોહીની કમી ન થવાની સાથે જ શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવી શકાય છે.  રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ જીરુ અને ગોળવાળુ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે.  આજે અમે તમને આ જ ફાયદા વિશે બતાવીશુ. 
 
1. પાચન તંત્ર મજબૂત  - જીરા અને ગોળનુ પાણી પીવાથી કબજિયાત ગેસ અને પેટનો દુખાવો જેવી સમસ્યાઓ થતી નથી. રોજ સવારે 1 ગ્લાસ જીરુ અને ગોળવાળા પાણીને તમારા ડાયેટમાં સામેલ કરો. 
 
2. વજન ઓછુ કરવામાં સહાયક - એક ગ્લાસ પાણીમાં 1 મોટી ચમચી જીરુ અને ગોળ મિક્સ કરીને ઉકાળી લો. રોજ તેનુ સેવન કરવાથી શરીરમાંથી ફાલતૂ ચરબી નીકળી જાય છે.  તમે ગોળની ચા પણ બનાવી શકો છો. 
webdunia
3. લોહી સાફ કરવુ - અનેકવાર લોહીમાં કેટલાક ઝેરીલા પદાર્થ આવી જાય છે.  જેનુ શરીરમાંથી બહાર નીકળવુ ખૂબ જરૂરી હોય છે. એ ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં ગોળ અને જીરુ ખૂબ સહાયક છે. 
 
4. માસિક ધર્મના દુખાવામાં આરામ - કેટલીક મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો કે અનિયમિતતા રહે છે.  રોજ ગોળ અને જીરાવાળુ પાણીનુ સેવન કરવાથી આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. 
 
5. સાંધાના દુ:ખાવામાં રાહત - શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે.  રોજ 1 ગ્લાસ જીરાવાળા પાણીમાં ગોળ નાખીને પીવાથી પીઠ, કમરના દુખાવામાં રાહત મળે છે. 
webdunia
6. ઉર્જા પ્રદાન કરવી - તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે. જેનાથી શરીરને ઉર્જા મળે છે.  શરીરમાં ઉર્જાને કાયમ રાખવા માટે રોજ સવારે ખાલી પેટ ગોળ અને જીરાના પાણીનું સેવન કરવુ જોઈએ. 
 
7. એનિમિયામાં લાભકારી - શરીરમાં લોહીની કમી થતા કે એનીમિયાની સમસ્યા થતા ગોળ અને જીરાવાળુ પાણી પીવુ જોઈએ. તેમા જોવા મળનારા પોષક તત્વ લોહીમાં રહેલ અશુદ્ધિયોને દૂર કરી નાખે છે. 
 
કેવી રીતે બાનવશો ગોળ-જીરાનું પાણી 
 
એક વાસણમાં 2 કપ પાણી લો. તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરુ નાખીને ઉકાળી લો. હવે તેને ઠંડુ થવા માટે છોડી દો. સવારે ખાલી પેટ તેનુ સેવન કરવાથી ફાયદો થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ