Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ કેર : શરીરની સંપૂર્ણ સિસ્ટમ માટે ફાયદાકારક છે ગરમ પાણી

હેલ્થ કેર : શરીરની સંપૂર્ણ સિસ્ટમ માટે ફાયદાકારક છે ગરમ પાણી
જીવવા માટે પાણી પીવું કેટલું આવશ્યક છે તે સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જ્યાં અનેક લોકો ઠંડુ પાણી પીવે છો તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું પસંદ પડે છે. માનવામાં આવે છે કે ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. તો ચાલો, જાણીએ ગરમ પાણી પીવાના કેટલાંક ફાયદા વિષે...

ગરમ પાણી પીવાના ફાયદા -

સફાઈ અને શુદ્ધિ - ગરમ પાણી શરીરને અંદરથી સાફ કરે છે. જો તમારું પાચન તંત્ર યોગ્ય નથી રહેતું તો તમે દિવસમાં બેવાર ગરમ પાણી પીવો. સવારે ગરમ પાણી પીવાથી શરીરના બધા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેનાથી શરીરની સંપૂર્ણ સિસ્ટમ સાફ થઇ જાય છે. આમાં લીંબુ અને મધ નાંખીને પીશો તો મોટો ફાયદો થશે.

કબજિયાત દૂર કરે - શરીરમાં પાણીની કમી સર્જાવાથી કબજિયાતની સમસ્યા પેદા થાય છે. દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે.

સ્થૂળતા ઓછી કરે - સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે.

શરદી અને તાવ માટે - જો ગળામાં પીડા કે ટોન્સિલ થઇ ગયા છે તો ગરમ પાણી પીઓ. ગરમ પાણીમાં સામાન્ય સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી લાભ મળે છે.

ખૂબ પરસેવો પાડો - જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.

શરીરની પીડા દૂર કરે - માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂતા પહેલા કરો આ 6 કામ , જલ્દી ઘટશે વજન