શનિ મંદિરમાં જઈ શનિ દેવના શ્રી વિગ્રહ પર કાળા તલ, કાળા અડદ, લોખંડ, કાળુ કાપડ, વાદળી કાપડ, ગોળ, વાદળી ફૂલ, આંકડાના ફૂલ અર્પિત કરો.
શનિદેવનું પૂજન કરો અને ઉપવાસ રાખો.
અમાસની રાતે 8 બદામ અને 8 કાજળની ડબ્બી કાળા વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં મુકો.
અમાસના દિવસે કાળા રંગના કૂતરાને ઘરે લાવી ઘરના સભ્યની જેમ રાખો અને તેની સેવા કરો. જો એવું ના કરી શકાય તો કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો. કૂતરો શનિદેવનું વાહન છે. તેથી જે કૂતરાને ખવડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે.
પીપળાને જળ અર્પિત કરો.
કાળા રંગના વસ્ત્ર પહેરો.
તલ અને અડદથી બનેલી રસોઈ ગરીબોને આપો.
આખા અડદ કોઈ ભિખારીને દાન કરો કે કાગળાને ખવડાવો.
આજના દિવસે દારૂ અને માંસનો ત્યાગ કરો.
શનિ સંબંધી સંબંધી ચિંતાઓને નિવારણ માટે શનિ મંત્ર વિશેષ રૂપથી શુભ રહે છે.
ॐ धनदाय नम:
ॐ मन्दाय नम:
ॐ मन्दचेष्टाय नम:
ॐ क्रूराय नम:
ॐ भानुपुत्राय नम:
ॐ शनैश्वराय नम:
આવા જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati