Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂ પૂર્ણિમા 2019 - ગુરૂ નથી તો ચિંતા ન કરશો, આમને બનાવો ગુરૂ અને આ રીતે લો દીક્ષા

ગુરૂ પૂર્ણિમા 2019 - ગુરૂ નથી તો ચિંતા ન કરશો, આમને બનાવો ગુરૂ અને આ રીતે લો દીક્ષા
, રવિવાર, 14 જુલાઈ 2019 (10:39 IST)
શ્રી ગુરો ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર 
બરનૌ રઘુવર બિમલ જસુ, જો દાયક ફલ ચારિ 
બુદ્ધિહીન તનુ જાનિ કે, સુમિરૌ પવન કુમાર 
બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહું કલેશ વિકર 
 
ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસાની શરૂઆતમાં જ આ દોહાના માધ્યમથી પોતાના શ્રીગુરૂ 
 
હનુમાનજી ના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી છે. ગોસ્વામી તુલસીદાસે આ સાથે એ પણ બતાવ્યુ કે ગુરૂ 
 
વંદનાથી શુ લાભ થાય છે.  ગુરૂ ને પ્રાર્થના કરી કે તેઓ તેમના બધા ક્લેશ મટાવી દે.  વાસ્તવમાં 
 
આ જ ગુરો મહિમા છે. ઉપનિષદોથી ગુરૂ શબ્દની ઉત્પત્તિ થઈ છે.  ગુ નો અર્થ છે અજ્ઞાન અને રુ 
 
નો અર્થ છે અજ્ઞાનને મટાડનારો. પ્રકાશ આપનારો. જે અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઈ જાય અને જે અંધકારથી પ્રકાશની તરફ લઈ જાવ. બીજા ગુરૂ છે. શ્રીમદભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે ઈષ્ટ સાથે મેળવવાનુ કાર્ય પણ ગુરૂ જ કરે છે. 
 
કોને બનાવો ગુરૂ, આ સવાલ સૌને સતાવે છે. ગુરૂ પૂર્ણિમાની તક પર આ જરૂરી નથી કે કોઈ વ્યક્તિ વિશેષને જ ગુરૂ બનાવવામાં આવે.  તમે કોણે ગુરૂ બનાવી શકો છો. તેના વિકલ્પ પણ હાજર છે. સંતગણ કહે છે કે ગુરૂ એવા હોય જે સદા સર્વાદા માટે હોય. જેને તમે ગુણ જુઓ પણ દોષ નહી. ગુરૂને તમે સુલભ રહો અને તમે સમય સમય પર માર્ગદર્શન પણ લેતા રહો. જો તમારો કોઈ ગુરૂ નથી તો તમે આ રીતે ગુરૂ પૂર્ણિમા ઉજવી શકો છો. 
 
શ્રી હનુમાન જે રીતે ગોસ્વામી તુલસીદાસ જી ના ગુરૂ હનુમાનજી છે એ જ રીતે તમે પણ હનુમાનજીને તમારા ગ્રુરૂ માની શકો છો. હનુમાનજી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિયોના પ્રદાતા ચેહ્ તે પરમ જ્ઞાન છે. પરમવીર છે. સંકટમોચન છે.  તેમની શરણમાં જવાથી શિષ્યોના બધા કષ્ટ દૂર થઈ જાય છે. 
 
ભગવાન શિવ હનુમાનજીની જેમ જ ભગવાન શંકરને પણ તમે ગુરૂ બનાવી શકો છો. ભોલે બાબા સહજ સરળ છે. તે પ્રલંહકારી છે. તે ત્રિપુરારી છે.   ન તો તેઓ જટિલ છે કે ન તો તેમની પૂજા. ભગવાન શંકરને ગુરૂ માનીને પૂજા કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળી જાય છે.  ભગવાન શ્રીકૃષ્ણ તમે ભગવાન શ્રી કૃષ્ણને પણ તમારા ગુરૂ બનાવી શકો છો.  યોગીરાજ શ્રીકૃષ્ણ સમસ્ત અવરોધને દૂર કરનારો છે. તે પરમજ્ઞાની છે. પરમવીર છે.  મદદરૂપ છે.  ધર્મ, અર્થ અને મોક્ષના માર્ગ દર્શક છે. તમે ભગવાન વિષ્ણુને પણ તમારા ગુરૂ બનાવી શકો છો. 
 
ધર્મગંથ - નવગ્રહ - ધર્મગ્રંથ ફક્ત પઠન પાઠન અને વાચન સુધી સીમિત નથી. ધર્મગ્રંથ આપણને આગળ વધારવાની પ્રેરણા આપે છે.  પગ પગ પર આપણુ માર્ગદર્શન કરે છે. તેથી શ્રીરામચરિત માનસ, ભગવદ્દગીતા વગેરેને તમે ગુરૂ માનીને પૂજી શકો છો.  આ જ રીતે નવગ્રહમાંથી કોઈ એકને પણ તમે તમારા ગુરૂ બનાવી શકો છો. 
 
કેવી રીતે લેશો દીક્ષા - વ્યક્તિગત ગુરૂ દીક્ષા તો તમને ગુરૂ જ અપાવે છે. પણ શુ તમે તમારા ઈષ્ટને ગુરૂની સંજ્ઞા આપવા માંગો છો.  તો ખૂબ જ સરળ ઉપાય છે. હાથમાં ચોખા, ગંગાજળ અને થોડી દક્ષિણા મુકીને સંકલ્પ લો અને મંત્ર વાંચો.... ૐ ગુરૂવે નમ:,  ૐ હરિ ૐ. મનમાં જ સંકલ્પ લો કે આજથી તમે અમારા ગુરૂ છો.  અમે તમારી પાસેથી જ દીક્ષા લીધી છે. અમારા ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રાખો અને અમારુ કલ્યાણ કરો. હનુમાનજીને ગુરૂ બનાવનારા ગુરૂ પૂર્ણિમાના દિવસે ગુરૂ પૂજન કરો કે કરાવો. ચોલા ચઢાવો. આ જ રીતે ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણ ભક્ત ગુરૂ પૂજન કરાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાણક્ય નીતિ- ત્રણ વાત થઈ શકે છે પુરૂષોના અભાગ્યનો કારણ