Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'લકીરો' નું ટ્રેલર રિલીઝ થયું. 6ઠ્ઠી જાન્યુઆરીએ રીલિઝ થશે

gujarati film lakiro

વૃષિકા ભાવસાર

, ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (10:14 IST)
અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'લકીરો'નું આજે મીડિયા ઈવેન્ટમાં  ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 'લકીરો' એક રોમેન્ટિક ડ્રામા છે જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમની રોલર કોસ્ટર રાઈડ સમાન છે. આ ફિલ્મ ડો.દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે અને દિગ્દર્શિત કરી છે. રૌનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે.
 
રાજયોગી પ્રોડક્શન્સ દ્વારા ટ્વેન્ટી21 સ્ટુડિયોના સહયોગમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે, જેનું નિર્માણ સ્નેહ શાહ, પ્રણવ જોષી, દર્શન અશ્વિન ત્રિવેદી, સૂર્યવીર સિંહ, ભરત મિસ્ત્રી અને હેમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, રાજયોગી પ્રોડક્શન્સ એ રાજયોગી ગ્રુપ ઑફ કંપનીઝનું એક વેન્ચર છે જેનું વિઝન છે ગુજરાતી સિનેમા અને કન્ટેન્ટ ને જરૂરી ફેરફારો સાથે કેવી રીતે દર્શકો સમક્ષ રજુ કરવા જોઈએ. આ કંપનીની શરૂઆત સ્નેહ શાહ, એક પ્રોફેશનલ ક્રિકેટર અને ઉદ્યોગસાહસિક  અને પ્રણવ જોષી, એક સેલિબ્રિટી શેફ દ્વારા કરવામાં આવી હતી.
 
'લકીરો'નું ટાઈટલ ટ્રેક જે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 20 મિલિયનથી પણ વધારે વ્યૂઝ સાથે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે તેને પ્રતિભાશાળી અને પ્રખ્યાત ગાયક અમિત ત્રિવેદીએ ગાયું છે. પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે અને ગીત ચિરાગ ત્રિપાઠી અને તુષાર શુક્લાએ શબ્દો લખ્યા છે. પાર્થ ભરત ઠક્કરે આપણા ભારતીય બીટ્સ સાથે જેઝ ઉમેર્યુ છે. આ પહેલીવાર છે કે જ્યાં જેઝનો ઉપયોગ આટલી વ્યાપક રીતે કરવામાં આવ્યો છે. આ વોર્નર મ્યુઝિક ઈન્ડિયાનું પહેલું પ્રાદેશિક આલ્બમ છે.

 
'લકીરો' ડિરેક્ટર ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની આગલી સફળ ફિલ્મો 'મૃગતૃષ્ણા' અને 'મારા પપ્પા સુપર સ્ટાર' પછીની ત્રીજી ફિલ્મ છે. ટ્રેલર લૉન્ચનાપ્રસંગે તેઓએ કહ્યું, "આ ફિલ્મ ખરેખર મારા હૃદયની નજીક છે અને કેટલીક સાચી ઘટનાઓથી પ્રેરિત છે. મેં આ ફિલ્મને સંબંધ, પ્રેમ અને લાગણીઓના અનોખા અભિગમ સાથે બનાવી છે. ફિલ્મ સાથે મારુ જે વિઝન હતું એ મારી કાસ્ટ અને ટીમના સહકાર સાથે બહુ જ સારી રીતે  પડદા પર પરિપૂર્ણ કરવામાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ ફિલ્મના સંગીત સાથે પાર્થ ભરત ઠક્કરે અદભૂત કામ કર્યું છે."
 
જે રીતે ફિલ્મ લકીરો બનાવવાનું કાર્ય સફળ રહ્યું તેનાથી ફિલ્મના નિર્માતાઓ ખુબ જ ખુશ છે, આ અંગે તેઓ જણાવે છે, "લકીરોની સફર અને મેકિંગ વાસ્તવમાં લકીરો (ડેસ્ટિની) છે અને અમે જે પણ આ ફિલ્મ માટે કર્યું છે અથવા ફિલ્મ માટે વિચાર્યું છે તે બધું જ યોગ્ય સ્થાને પાર પડ્યું છે. તેથી, આશા છે કે લોકોને એક અલગ ફીલ અને કન્ટેન્ટ જોવા મદશર અને તેઓને ગમશે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Udit Narayan- 10 વર્ષનુ સંઘર્ષ, હોટલમાં કામ કર્યો. આત્મહત્યાનો વિચાર કર્યો, એક ગીતે ભાગ્ય બદલી નાખ્યું