Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાયિકા દેવી - ધ વૉરિઅર ક્વીન 12મી સદ્દીમાં થયેલી સત્ય ઘટનાઓ પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે.

નાયિકા દેવી - ધ વૉરિઅર ક્વીન 12મી સદ્દીમાં થયેલી સત્ય ઘટનાઓ પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે.
, શનિવાર, 24 જુલાઈ 2021 (15:00 IST)
નાયિકા દેવી - ધ વૉરિઅર ક્વીન 12મી સદ્દીમાં થયેલી સત્ય ઘટનાઓ પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મ ભારતવર્ષની સૌથી પહેલી મહિલા યોદ્ધા વિશે છે, ગુજરાતની ચાલુક્ય વંશની રાણી જેણે પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું અને વર્ષ 1178માં સૌથી ખતરનાક સેનાપતિ મોહમ્મદ ગોરી ને યુદ્ધના મેદાનમાં પરાજિત પણ કર્યો.આ ફિલ્મના નિર્દેશક નીતિન જી. જેણે વૉટ અબાઉટ સાવરકર (મરાઠી) અને અશ્વમેઘમ (તેલુગુ) જેવી સફળ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. 
 
નિર્માતા ઉમેશ શર્માએ એટ્રી એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કર્યું છે. 'નાયિકા દેવી' ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી પહેલી ઐતિહાસિક પિરિયડ ફિલ્મ છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં નામી કલાકારો જેવા કે ખુશી શાહ, મનોજ જોશી, રાહુલ દેવ, જયેશ મોરે, ચિરાગ જાની, બિન્દા રાવલ, કૌશામ્બી ભટ્ટ, મમતા સોની, ચેતન દહિયા, હેરી રાઠોડ અને આકાશ ઝાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 
 
અગાઉ, એટ્રી એન્ટરટેઇન્મેન્ટએ સફળ રીતે બહુ બધી ફિલ્મો અને વીડિયો પ્રોજેક્ટસનું નિર્માણ તથા સહ નિર્માણ કર્યું છે જેવાકે ક્યાં ઉખાડ લોગે? - MX   પ્લેયરની શોર્ટ ફિલ્મ, જોરાડી જગદંબા, આવી નવરાત્રી, 100% સેલ (ગુજરાતી), વક્ત કી બાતેં (હિન્દી) અને ઓયે યાર (હિન્દી). આ ઉપરાંત એટ્રી એન્ટરટેઇન્મેન્ટ આવનારા સમયમાં પ્રતીક ગાંધી, બ્રિન્દા ત્રિવેદી અભિનીત હરણા (ગુજરાતી) અને ખુશી શાહ અભિનીત ક્યાં મેં મેન્ટલ હું? (હિન્દી) જેવી ફિલ્મોનું નિર્માણ કરશે.
 
નિર્દેશક: નીતિન જી. 
સ્ટોરી: ઉમેશ શર્મા
સ્ક્રીન પ્લે: રામ મોરી 
DOP: જયપાલ રેડ્ડી 
પ્રોડક્શન હાઉસ: એટ્રી એન્ટરટેઇન્મેન્ટ 
નિર્માતા: ઉમેશ શર્મા 
મ્યુઝિક: પાર્થ ભરત ઠક્કર
આર્ટ: વિનાયક હોજગે 
કોસ્ટ્યૂમ: વિદ્યા મૌર્ય, કૃપા ઠક્કર 
જોનર: ઐતિહાસિક 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HBD મનોજ કુમાર - મનોજ કુમારે દિલીપ કુમારને કારણે બદલ્યુ હતુ પોતાનુ નામ, જાણો રોચક કિસ્સો