Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

MUBU TV એ હિંદી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ તરીકે ભારતમાં પ્રવેશ કર્યો

MUBU TV એ હિંદી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ તરીકે ભારતમાં પ્રવેશ કર્યો
, શુક્રવાર, 30 નવેમ્બર 2018 (12:40 IST)
MUBU TV એ હિંદી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ તરીકે ભારતમાં પ્રવેશ કર્યો છે. MUBU TV નીતિશાસ્ત્ર અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની પરંપરા ઉપરાંત યુવાઓને તક આપવામાં અને ક્રીએટીવ વિચારો સાથેની યુવાપેઢીઓની માનસિકતાને વધારે ફળદ્રુપ બનાવવમાં વિશ્વાસ રાખે છે. MUBU TV નું સુત્ર ‘હર ભારતીય કા સપના’ એટલે કે ‘Dream of Every Indian’ છે. MUBU TV તેના ધ્યેયને સિદ્ધ કરવા માટે સખત પરિશ્રમ કરી રહ્યું છે. સમર્પણ, પરિશ્રમ, અનુભવી પ્રોફેશનલ્સ, ક્રીએટીવીટી અને અનન્યતા આ બધી વસ્તુઓ MUBU TVની તાકાત છે તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં જુદા જુદા બેંચમાર્ક સેટ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. મનીષ શ્રીવાસ્તવનો મિડિયા ઇન્ડસ્ટ્રીમાં 17 વર્ષથી પણ વધારે અનુભવ રહ્યો છે.
webdunia

તેઓએ દુરદર્શનમાં 4 વર્ષ, ઝી એન્ટરટેઇનમેન્ટ લિ.માં 2.5 વર્ષ તથા તેઓ વોઈસ ઓફ ઇન્ડિયા ગ્રુપ ઓફ ચેનલના મેનેજીંગ ડાયરેક્ટર રહી ચુક્યા છે. નરશી વસાની એક રીયલ એસ્ટેટ બિઝનેસમેન, નિર્માતા, પ્રોપરાઈટર અને નૂતન ગ્રુપ ઓફ કંપની તથા MUBU એન્ટરટેઇનમેન્ટ ટીવી પ્રા. લિ. ના મેનેજીંગ ડાયરેક્ટર છે. તેઓએ વર્ષ ૨૦૦૦માં નૂતન ગ્રુપ ઓફ કંપનીની સ્થાપના કરી હતી અને નૂતન એસોસીએટ, નૂતન વેન્ચર, નૂતન રીયલ એસ્ટેટ, નૂતન એન્ટરટેઇનમેન્ટની પણ સ્થાપના કરી છે. આ ઉપરાંત તેઓએ 2 મરાઠી ફિલ્મો Vatsalya અને Kaul manacha તથા એક હિન્દી ફિલ્મ ‘DARE YOU’ બનાવી છે. આ દરમિયાન કલાકાર હિમાની શિવપુરી  સાથે એક્ટિંગની દુનિયાના ગ્લેમર વિશે વાત કરી હતી. ટીવી શોઝમાં એક્ટ્રેસ રાત્રે પણ મેક-અપ કરીને સૂતી દેખાય છે. ટીવીમાં જેટલી સાડી અને મગંળસૂત્ર પહેરાય છે એવું રિયલ લાઇફમાં તો નથી પહેરાતું? ટીવી પર બધું ગ્લેમરસ દેખાડવામાં આવતું હોવાની વાત સાચી છે. મારી વાત કરો તો હું પોતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી આવું છું. મારો એવો સીન હોય તો હું તો બધી જ્વેલરી ઉતારી દેવાનું પ્રિફર કરું છું. કેમ કે રિયલ લાઇફમાં એટલું કોણ તૈયાર થાય છે?, પણ ટીવી શોઝમાં તૈયાર થવાનો એક ટ્રેન્ડ છે અને ઓનેસ્ટલી, લોકોને એવું જ જોવું ગમતું હોય છે. લોકોને પૂછો તો તેમને આવું ગ્લેમર જ જોવું ગમશે. મારો એક અનુભવ કહું, હું એક વાર ફ્લાઇટમાં જઈ રહી હતી. ટોચની એક કંપનીના ચેરમેન મારી સાથે બેઠા હતા. અમે અમસ્તા જનરલ વાત કરતા હતા, ત્યારે જ ‘દેવદાસ' ફિલ્મ રીલીઝ થઈ હતી. તેઓ કહેતા હતા કે, ‘આ ફિલ્મ અમે ચાર વાર જોઈ ચૂક્યા છીએ.  મારી વાઇફ હજી ફરીથી જોવા માગે છે.' મને એમ થયું કે તેમને એક્ટિંગ સારી લાગી હશે, પણ તેમણે કહ્યું કે એ ફિલ્મમાં ઐશ્વર્યાની જ્વેલરી તેમની વાઇફને ખૂબ ગમી હતી. એટલે આવું લોકોને જોવું ગમતું હોય છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2.0 એ પહેલા જ દિવસમાં અનેક રેકોર્ડ તોડ્યા.. આટલા કરોડ કમાવીને બની ગઈ સૌથી મોટી ફિલ્મ