થ્રિલર અને મર્ડર મિસ્ટ્રી વાળી ફિલ્મ તૃપ્તિમાં સંજય મોર્ય પોલીસ ઓફિસરની ભૂમિકામાં,
Publish Date: Tue, 20 Dec 2016 (14:39 IST)
Updated Date: Tue, 20 Dec 2016 (14:43 IST)
સંજય મોર્ય એક એવો અભિનેતા છે, જે દરેક રોલમાં ઉમદા અભિનય આપવામાં માહેર છે. તેણે એક્શનની સાથે રોમેન્ટિક રોલ પણ કર્યાં છે, અભિનેત્રી કિરણ આચાર્યની સાથે તેણે છેલ્લે દે તાલી નામની ફિલ્મમાં એક સફળ જોડી તરીકે લોકોમાં ચર્ચાઓ ઉભી કરી હતી. હવે તે ભાસ્કર એન્ટરટેઇનમેન્ટ એન્ડ આર. ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત ‘તૃપ્તિ’ ફિલ્મમાં એક પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે. તે આ ફિલ્મમાં કેવી રીતે આ મીસ્ટ્રીને શોધે છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે પણ તેના અભિનયની નોંધ તો દર્શકોએ ચોક્કસ લીધી છે. ‘તૃપ્તિ’ ફિલ્મના નિર્માતા રાજુ ગડા અને ઈશ્વર જાતાવડીયા છે. દિગ્દર્શક શબ્બીર શેખ છે. સહનિર્માતા મણીલાલ ગામોટ, અજય ગોર, અલીભાઈ ખલીફા અને ગફુરભાઈ ખલીફા છે. સહદિગ્દર્શનમાં સાકેત ચૌધરી છે. કથા રાજુ ગડાએ પોતે જ લખી છે જયારે પટકથા અને સંવાદો ઝાકીર અહેમદના છે. ફિલ્મમાં બે ગીતો છે જેને શબ્દદેહ આપ્યો છે હિતેન આનંદપરાએ. ફિલ્મના કલાકારોમાં લોકપ્રિય અને જાણીતા આયુષ જાડેજા, ટીકુ તલસાણીયા, સંજય મૌર્ય, ઉષા ભાટિયા, ઝીલ જોશી, વૃત્તિ ઠક્કર, મિત્તલ ગોહિલ અને એક બાળકલાકાર કુશલ માવાણી પોતાનો લાજવાબ અભિનય કરતા જોવા મળશે.
આગળનો લેખ