Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

' છોકરી વિનાનું ગામ' સ્ત્રીની ગેરહાજરીમાં સ્ત્રીઓનું મહત્વ સમજાવતી ફિલ્મ - કાર્તિકેય ભટ્ટ

' છોકરી વિનાનું ગામ'  સ્ત્રીની ગેરહાજરીમાં સ્ત્રીઓનું મહત્વ સમજાવતી ફિલ્મ - કાર્તિકેય ભટ્ટ
, બુધવાર, 20 જુલાઈ 2016 (11:50 IST)
આપણો સમાજ આજે એવી પરિસ્થિતીમાં પસાર થઈ રહ્યો છે જ્યારે તેને જાગૃત કરવાની અથાક મહેનત થઈ રહી છે. ત્યારે એક સ્ત્રીનું મહત્વ સ્ત્રીની ગેરહાજરીમાં જ સમજાય એવું આ ફિલ્મમાં કહેવામાં આવ્યું છે. આ શબ્દો છે ફિલ્મના લેખક પ્રો, કાર્તિકેય ભટ્ટના. તેમણે વધુમાં કહ્યું હતું કે એક ગામમાં છોકરી નથી એ છોકરીના સપનાં જોતાં ગામના યુવાનો શું અનુંભવે છે તે બાબત ફિલ્મમાં કોમેડી સ્વરૂપે બતાવવામાં આવી છે.
webdunia

આ ફિલ્મના દિગ્દર્શક રાજુ ભટ્ટ જેમણી ત્રણ ફિલ્મો હાલ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચૂકી છે. રાજુભાઈ અર્બન અને રૂરલ ફિલ્મો અંગે જણાવે છે કે કોઈપણ ફિલ્મ રૂરલ કે અર્બન નથી હોતી, તે એક મુદ્દા સાથે સંકળાયેલી હોય છે.જેમાં એક સંદેશો હોય છે. આજે માર્કેટમાં 60થી વધુ કોમેડી ફિલ્મો બની રહી છે. એટલે એવું નથી કે લોકો માત્ર કોમેડીને જ પસંદ કરે છે પણ જો મુદ્દો સારો હોય તો લોકો પારિવારિક અને સામાજિક ફિલ્મો પણ જોવા જાય છે.   તેમ આ છોકરી વિનાનું ગામ ફિલ્મ એક ગંભીર મુદ્દા સાથે સંકળાયેલી છે. આ મુદ્દો લેખક કાર્તિકેય ભટ્ટે  જ્યારે નાટકો દ્વારા વિજાપુર તાલુકાની શાળા કોલેજો અને આજુબાજુના ગામડાઓમાં રજુ કર્યો, તેમણે આશરે આ નાટકના 25 શો કર્યાં, ત્યારે લોકોને તે નાટક એટલી હદે આકર્ષિ ગયું કે લોકો વારંવાર આ નાટકના શો કરવા માટે તેમને આમંત્રિત કરતાં હતાં.
webdunia

ફિલ્મના નિર્માતા જિજ્ઞેશ શાહ કહે છે કે હું જ્યારે ફિલ્મ બનાવવાની વાત કરતો હતો ત્યારે અમારી ફિલ્મના લેખક કાર્તિકેય ભટ્ટે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ફિલ્મમાં પ્રોડ્યુસર ક્યારેય કમાઈ શકતા નથી. તેમણે અમને અંધારામાં રાખ્યા વિના તમામ બાબતો જણાવી હતી. તે છતાંય અમે આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો અને હવે આ ફિલ્મ આગામી 29 જુલાઈએ રિલીઝ કરી રહ્યાં છીએ. તેમણે ફિલ્મના બજેટ અંગે કહ્યું હતું કે આ ફિલ્મમાં 1 કરોડ રૂપિયા જેટલું બજેટ વપરાયું છે. જે લોકો ફિલ્મ જોશે તેઓ ચોક્કસ સારૂ મનોરંજન અને સારો સંદેશો મેળવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ઓહ તારી !!