મુંબઈના સ્ટ્રીટ ફૂડ જો તમે ક્યારેક ચાખ્યુ છે તો આજે જરૂર બનાવો આ યમી ડિશ. રગડા પેટીસનો ચટપટો સ્વાદ દરેકના મનમાં વસી જશે.
પેટિસ બનાવવા માટે સામગ્રી - 10 બટાકા, 4 બ્રેડ સ્લાઈસ, 2 ચમચી તેલ કે ઘી, મીઠુ સ્વાદમુજબ,
રગડો બનાવવા માટે - 1 કપ સૂકા સફેદ વટાણા, 1/4 ચમચી બેકિંગ સોડા, 2 ચમચી તેલ અથવા ઘી, 1/4 ચમચી જીરુ, 2-3 લીલા મરચા સમારેલા, 1/4 ચમચી આમચૂર પાવડર કે આમલીનું પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ. 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરુ, એક ચમચી છીણેલુ આદુ, 1/4 ચમચી લાલ મરચુ.
સજાવવા માટે - 2 ચમચી સમારેલા ધાણા, 1 કપ મીઠી ચટણી, 1 કપ લીલી ચટણી, 1 કપ દહી, 1 ચમચી ચાટ મસાલા
આગળ જાણો કેવી રીતે બનાવશો રગડા પેટિસ
બનાવવાની રીત - રગડો બનાવવા માટે
- વટાણાને ધોઈને આખી રાત પલાડી રાખો. સવારે વટાણામાંથી પાણી કાઢીને કુકરમાં નાખો અને ખાવાનો સોડા, મીઠુ અને મટર કરતા ડબલ પાણી નાખો. હવે ધીમા તાપ પર 5 મિનિટ સુધી થવા દો અને બે સીટી વાગતા ગેસ બંધ કરી દો. કઢાઈમાં તેલ નાખીને ગરમ કરો અને તેમા જીરુ નાખીને સેંકો.
જ્યારે જીરુ તતડવા માંડે તો તેમા હળદર પાવડર, ધાણાજીરુ, લીલા મરચા આદુ અને લાલ મરચુ નાખીને સેકો. હવે તેમા બાફેલા વટાણા એક કપ પાણી, અને આમચૂર નાખીને હલાવો. વટાણાને ધીમા તાપ પર 4-5 મિનિટ થવા દો પછી તેમા મીઠુ નાખીને સીઝવા દો.
પેટીસ બનાવવા માટે
બટાકાને બાફીને તેના છાલટા કાઢી લો અને બ્રેડની સ્લાઈસને પાણીમાં પલાડી દો. બ્રેડને પાણીમાંથી નિચોડીને એક પ્લેટમાં મુકો તેમા બાફેલા બટાકા અને મીઠુ નાખીને મૈશ કરો અને લોટની જેમ ગૂંથી લો.
હવે એક નોન સ્ટિક કડાહી અથવા તવો ગરમ કરો. થોડુ તેલ લગાવી ગરમ થવા દો. બટાકાના મિશ્રણની નાની નાની ટિક્કી બનાવી લો અને તેને તવા પર તેલ લગાવીને સેંકો. હવે એક પ્લેટમાં 2 પેટીસ મુકો અને એક મોટો ચમચો રગડા નાખો. તેના ઉપર લીલી ચટણી, ગળી ચટણી અને દહી ફેંટીને નાખો. રગડા પેટિસ તૈયાર છે. આ રગડા પેટિસ પર ચાટ મસાલો અને લીલા ધાણા નાખીને સર્વ કરો.