Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

Rasawala khaman
, ગુરુવાર, 19 ડિસેમ્બર 2024 (06:05 IST)
Rasawala khaman


surat famous rasawala khaman-સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત- 

સામગ્રી 
1 કપ ખમણ
50 ગ્રામ તુવેરની દાળ
20 ગ્રામ ચણાની દાળ
10 ગ્રામ અડદની દાળ
આદુ મરચાની પેસ્ટ 
4 ટામેટા 
1 ચમચી રાઈ
1/4 ચમચી હિંગ
-3 થી 4 નંગ આંબલી પલાળેલી
-મીઠું સ્વાદાનુસાર

ALSO READ: Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા
સર્વ કરવા માટે 
-2 થી 3 નંગ લીલા મરચાં
8 થી 9 નંગ ટામેટાં સમારેલા
2 ચમચી ઝીણા સમારેલા ડુંગળી ટામેટા
4 ટેબલ સ્પૂન નારિયેળનું ખમણ
2 ચમચી ઝીણી સેવ
 
ખમણ 
-તૈયાર ખમણ લઈ તેનો ભૂકો કરવો
રસા બનાવવાની રીત 
- બધી દાળને બે કલાક માટે પલાળીને રાખો પછી આ દાળને સરસ બાફી લો 
- હવે બાફેલી દાળને વલોવી લો. 
- હવે એક વાસણમાં 3-4 સમારેલા ટામેટાને પણ પાણીમાં ઉકાળો 
- દાળ બફાઈ જાય એટલે તેલમાં રાઈ, હિંગ  આદુ મરચા  નો વઘાર કરી અંદર બાફેલી દાળ ઉમેરવી
- વઘારેલી દાળને ટામેટાના પાણીમાં નાખી ઉકળવા દો. 
- હવે દાળમાં મીઠું હળદર ઉમેરો
- હવે તેમાં છેલ્લે આંબલીનો પલ્પ નાખીને બરાબર મિક્સ કરી લો
- દાળ ઘટ્ટ થાય એમ વધુ સ્વાદિષ્ટ લાગશે. તૈયાર છે ટેસ્ટી રસો.
- ત્યારબાદ ખમણનો ભૂકો લઈ તેની ઉપર તૈયાર થયેલા દાળના રસા નાખો 
ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી, કોથમીર, નારિયેળનું ખમણ અને સેવ નાખીને ગરમા-ગરમ સર્વ કરો.

Edited By- Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા