Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

National Kheer Day- શાહી પનીર ખીર

shahi paneer kheer
, બુધવાર, 9 ઑગસ્ટ 2023 (11:08 IST)
Enjoy the taste of Kheer on the occasion of National Kheer Day- શાહી પનીર ખીર વ્રતમાં ખાઈ શકાય એવી રેસીપી છે. આ રેસીપી વ્રતમા ખૂબ પસંદ કરાય છે. 
 
સામગ્રી 
2 લીટર દૂધ, 200 ગ્રામ પનીર, 1 ચમચી કસ્ટર્ડ પાવડર, 1/4 ચમચી એસેન્સ (તમારી પસંદગીના સ્વાદમાં), 1/2 કપ પાણી, 1/4 વાટકી બદામ-પિસ્તાના ટુકડા.
 
વિધિ
સૌથી પહેલા એક જાડા તળિયાના વાસણમાં દૂધ ઉકાળ અને તાપ ધીમા કરી 20-25 મિનિટા સુધી ચલાવતા રહો. હવે થોડા દૂધમાં કસ્ટર્ડ નાખી મિક્સરમા કે ચમચીથી સારી રીતે ફેંટી લોઅને ઉકળતા દૂધમાં નાખો. પછી 100 ગ્રામ પનીરના નાના-નાના ટુક્ડા કરી લો. વધેલા પનીરને છીણી લો. 
 
હવે 1/2 કપ પાણી લઈને સ્વાદા પ્રમાણે ખાંડ, છીણેલુ અને કટકા કરેલા પનીરને નાખી ધીમા તાપે એક જ તારની ચાસણી બને ત્યાં સુધી રાંધો. પછી તેને ઉકળતા દૂધમાં નાખો. પછી તેને ઉકળતા દૂધમાં નાખો. સાથે જા સમારેલા સૂકા મેવા નાખો અને 15-20 મિનિટા સુધી ધીમા તાપે થવા દો. જ્યારે ખીર ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં તમારી પસંદનું ચપટી એસેન્સ ઉમેરો. હવે તમારી શાહી પનીર ખીર તૈયાર છે. તમને ગમે તે પ્રમાણે ગરમ કે ઠંડુ સર્વ કરો.

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Best Lifestyle For a Diabetic - ડાયાબિટીસના દર્દીઓ ફોલો કરે આ 10 વાતો, તો કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર