Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળી સ્પેશયલ - મગની દાળની કચોરી

હોળી સ્પેશયલ - મગની દાળની કચોરી
, બુધવાર, 4 માર્ચ 2015 (17:54 IST)
સામગ્રી - (15-16 કચોરી માટે) બહારના પડ માટે - 2 કપ મેંદો , 2 કપ મેંદો . 5 મોટી ચમચી તેલ કે ઘી. 
1/4 ચમચી સોડા બાયર કાર્બ, મીઠુ સ્વાદમુજબ.
કચોરી તળવા માટે તેલ 
ભરાવન માટે સામગ્રી - 1 /2 કપ છાલટાવગરની મગનીદાળ  
2. ચપટી હીંગ 
1-2 ચમચી લીલા મરચા 
1/2 ઈંચ આદુનો ટુકડો 
2 મોટી ચમચી તેલ અથવા ઘી 
1 નાની ચમચી ધાણા પાવડર 
1/2  સેકેલા જીરાનો પાવડર  
1/2 ચમચી લાલ મરચું પાવડર 
1/2 ચમચી વરિયાળી  કકરી વાટેલી 
1નાની ચમચી આમચૂર પાવડર 
1/2 ચમચી ખાંડ. 
 
બનાવવાની રીત - દાળને ધોઈને 2-3 કલાક માટે પલાળી મુકો.  પાણી નિતારી દાળને આદુ મરચા સાથે દરદરી વાટી લો. 
એક કઢાઈમાં તેલ નાખીને ગરમ કરો. દાળ વાટેલી તેમા નાખો. હીંગ મીઠુ અને બધા મસાલા નાખીને સારી રીતે મિક્સ કરો.  ધીમા તાપ પર દાળ સુકાતા સુધી સેકો. સેકાયા પછી દાળના દાણા જુદા જુદા થઈ જવા જોઈએ. લગભગ 15-20 મિનિટ લાગે છે. ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. 
 
મેંદાને ચાળીને કોઈ મોટા વાસણમાં કાઢી લો. તેમા સોડા અને મીઠુ મિક્સ કરી દો. પછી તેલ નાખી હાથ વડે સારી રીતે મસળી મસળીને મિક્સ કરો. પાણી નાખી સખત લોટ બાંધી લો. પછી ભીના કપડાથી ઢાંકીને 30 મિનિટ માટે મુકી રાખો. લોટના એક સરખા 15-16 ભાગ કરી લો. ભરાવનના પણ એટલા જ ભાગ કરી લો. 
 
હવે એક લોટનો લૂઓ લો અને તેને હાથથી ફેલાવીને લગભગ ત્રણ ઈંચ વ્યાસનો ગોળો બનાવી લો. વચ્ચેથી જાડી અને કિનારેથી પાતળી રાખો. વચ્ચે એક ભાગ દાળ ભરીને ચારે બાજુથી પકડી તેને બંધ કરો. હાથથી દબાવી દબાવી 2 ½ ઈંચ વ્યાસની કચોરી બનાવી લો. આ રીતે બધી કચોરી બનાવીને મુકી લો.  
 
કઢાઈમાં તેલ નાખી ગરમ કરો. 3-4 કચોરી નાખીને ધીમા તાપ પર સોનેરી થતા સુધી બંને બાજુથી તળી લો. આ રીતે બધી કચોરી તળી લો. ગરમાગરમ કચોરી આમલીની ચટણી કે સુકા બટાકા સાથે ખાવ અને ખવડાવો.  

Share this Story:

Follow Webdunia gujarati