Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી રસોઈ- ફ્રાઈડ મગદાળની ઈડલી

ગુજરાતી રસોઈ- ફ્રાઈડ મગદાળની ઈડલી
, શુક્રવાર, 26 માર્ચ 2021 (00:09 IST)
તમે ભાતની ઈડલી અને રવાની ઈડલી તો હમેશા બનાવતા હશો પણ અત્યાર સુધી ટ્રાઈ નહી કરી છે તો ફ્રાઈડ ઈડલી તો લો વેનદુનિયા ગુજરાતી લઈને આવી છે તમારા માટે ખાસ રેસીપી- જે હેલ્દી છે અને બાળકોને પસંદ આવશે  
સામગ્રી
ઈડલી બનાવા માટે 
એક કપ ધુળેલી મગદાળ(પલાળેલી)
આદું -એક ટુકડો 
લસણ -ચાર 
એક નાની ચમચી હળદર 
એક નાની ચમચી લાલ મરચા પાઉડર 
ચપટી હીંગ 
એક મોટી ચમચી મીઠું 
વધાર માટે 
એક ચમચી રાઈ 
એક નાની વાટકી કોથમીર 
1 બાફેલા બટાકા 
એક નાની ચમચી લાલ મરચા પાઉડર 
ચપટી મીઠું 
તેલ ફ્રાઈ કરવા માટે 
 
વિધિ-
- સૌથી પહેલા પલાળેલી મગદાળને કકરું વાટી લો 
- પેસ્ટમાં આદું લસણ હળદર લાલ મરચા હીંગ અને મીઠું નાખી બે ત્રણ મિનિટ સારે રીતે ફેંટી લો. 
- મધ્યમ તાપ પર એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂકો 
- બીજી બાજુ ઈડલી સ્ટેંડમાં તેલ લગાવીને ઈડલીનો ખીરું નાખવું. 
- પાણી ગરમ થતા સ્ટેંડને કૂકરની અંદર રાખો. 
- કૂકર બંદ કરી ઈડલીને 15 મિનિટ સુધી રાંધવું. ધ્યાન રાખો કે પ્રેશર કૂકર હોય તો કૂકરઈ સીટી કાઢી નાખવી. 
- નક્કી સમય પછી ઢાકણખોલી ચાકૂની મદદથી બધી ઈડકીને કાઢી લો. 
-તૈયાર છે મગદાળની ઈડલી 
- હવે વધાર માટે મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થતા રાઈ નાખો અન રાઈ સંતડાતા બટાકા નાખી સંતાળો. 
- બટાટા સોનેરી થતા મીઠું, લાલ મરચા અને કોથમીર મિકસ કરો. 
- એક મિનિટ પછી ઈડલી નાખી બે ત-ત્રણ મિનિટ શેકી અને તાપ બંદ કરી નાખો. 
-તૈયાર છે ફ્રાઈડ મગદાળની ઈડલી- લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાકાહારી ખોરાક શરીરને સકારાત્મક ઉર્જાથી મજબૂત બનાવે છે, જાણો આયુર્વેદ શું કહે છે