સામગ્રી - જાડા મરચા 250 ગ્રામ, બટાકા 4 મઘ્યમ, બેસન 3/4 કપ, લીલા મરચાં 3-4 સમારેલા લીલા ધાણા અડધો કપ, લાલ મરચુ 1/4 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, મીઠુ સ્વાદ મુજબ તળવા માટે તેલ
મરચા ભરવા માટે - 250 ગ્રામ બટાકા/5 બટાકા મીઠુ 1/2 નાનકડી ચમચી, લાલ મરચુ, ગરમ મસાલો 1/4 નાની ચમચી, ચાટ મસાલો 1/4 ચમચી, લીલા ધાણા 1 મોટી ચમચી
મિર્ચી વડાનું ભરાવન બનાવવાની વિધિ - બાફેલા બટાકાને છોલીને મસળી લો. હવે મીઠુ, લાલ મરચુ પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને સમારેલા લીલા ધાણાને મસળેલા બટાકામાં નાખો અને બધા સામગ્રીને પરસ્પર સારી રીતે મિક્સ કરો. મરચાંનુ ભરાવન હવે તૈયાર છે.
મિર્ચી વડાની વિધિ જોવા માટે આગળ જુઓ
મિર્ચી વડા બનાવવાની રીત - મરચાને સારી રીતે ધોઈને કિચન પેપર દ્વારા સારી રીતે લૂંછી લો. હવે મરચાને વચ્ચેથી હીરો લગાવી મરચાની અંદરના બીજ કાઢી નાખો. ધ્યાન રાખો કે મરચાં બે ટુકડામાં કપાય ન જાય. મરચાંની દીઠુ રહેવા દો. તેનાથી મરચું પકડવુ સહેલુ પડે છે અને પીરસતી વખતે પણ સુંદર દેખાય છે.
હવે ચીરો પાડેલ મરચાને ખોલી તેમા બટાકાનુ મિશ્રણ ભરી લો. એક વાડકામાં બેસન લીલા ધાણા મીઠુ, લાલ મરચુ અને ચાટ મસાલો લઈને થોડુ થોડુ પાણી નાખતા પકોડાનું મિશ્રણ બનાવો. ખીરુ ન તો વધુ પાતળુ હોવુ જોઈએ કે ન તો ઘટ્ટ.
હવે એક કડાહીમાં તેલ ગરમ કરો જ્યારે તેલ ગરમ થઈ જાય તો ભરેલા લીલા મરચાંને બેસનના ખીરામાં ડુબાવીને તેલમાં નાખો. આ રીતે બધા મરચા બેસનના ખીરામાં ડુબાવીને તળો. હવે ધીમા તાપ બધા મરચા સોનેરી થતા સુધી તળો. મિર્ચી વડા તળવામાં 7-8 મિનિટનો સમય લાગે છે. તળેલા મરચાને કિચન પેપર પર મુકીને તેલ નિચોવી લો. આ રીતે બધા મરચા તળી લો. સ્વાદિષ્ટ મરચા વડાને ટોમેટો કેચઅપ કે પછી લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો.