Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ શાકનુ સૂપ પીશો તો દિલ રહેશે તંદુરસ્ત, Heart ની બીમારી રહેશે દૂર, જાણો બનાવવાની વિધિ

આ શાકનુ સૂપ પીશો તો દિલ રહેશે તંદુરસ્ત, Heart ની બીમારી રહેશે દૂર, જાણો બનાવવાની વિધિ
, ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (05:37 IST)
આજકાલ લોકો દિલ સાથે જોડાયેલી બીમારીઓના ખૂબ વધુ ભોગ થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં લોકોને હાર્ટ અટેક,  કોરોનરી ધમની રોગ અને હાર્ટ બ્લોકેજ જેવી સમસ્યાઓ વધે છે. આવામાં જો તમે તમારા દિલના આરોગ્યનુ ધ્યાન રાખવા માંગો છો તો સૌથી જરૂરી છે કે તમે તમારી ડાયેટમાં હેલ્ધી વસ્તુઓ ખાવી શરૂ કરો.  
તમારા હાર્ટને હેલ્ધી રાખવા માટે તમે દૂધીનુ સૂપ પીવો. ઉલ્લેખનીય છે કે દૂધીમાં લગભગ 92% પાણી હોય છે.  સાથે જ તેમા વિટામિન, ખનીજ, એંટીએઓક્સિડેંટ અને આહાર ફાઈબર પણ હોય છે.  આ પાચનને સારુ બનાવે છે અને બૈડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં પણ લાભદાયક હોય છે. જેનાથી તમારુ હાર્ટ હેલ્ધી થાય છે અને દિલ સાથે જોડાયેલી બીમારીઓની સંભાવના ઓછી થઈ જાય છે.  આજે અમે તમારે માટે સરળ અને જલ્દી બનનારી દૂધીના સૂપની રેસીપી લઈને આવ્યા છીએ. જેમા દેશી તડકાનો શાનદાર સ્વાદ પણ છે તો ચાલો અમે તમને બતાવીએ કે તમે સૂપ કેવી રીતે બનાવશો ?
 
દૂધીનુ સૂપ બનાવવા માટે સામગ્રી 
  દૂધી - 1  
દેશી ઘી - 1 ટી સ્પૂન 
જીરુ - 1/2 ટી સ્પૂન 
 કાળા મરી - 1 ચમચી 
આદુ - 1 ટુકડો 
લીલા ધાણા - એક ડળખી 
લાલ મરચુ - 1 ચપટી 
મીઠુ - સ્વાદ મુજબ 
 
દૂધીનુ સૂપ બનાવવાની વિધિ - દૂધીનુ સૂપ બનાવવા માટે નરમ દૂધી લો અને તેના છાલટા કાઢી લો. છાલટા કાઢ્યા પછી તેના ટુકડા કરી લો. હવે એક કડાહી લો અને તેમા 1 ચમચી ધી નાખો અને મીડિયમ તાપ પર ગેસ ઓન કરો. હવે તેમા જીરુ તતડાવી લો. પછી તેમા દૂધી નાખો. દૂધી સારી રીતે બફાવા દો.  થોડા સમય પછી તવેતા વડે દૂધીને કઢાઈમાં જ છૂંદી લો. જ્યારે દૂધી પાકી જાય તો તેને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો. ગ્રાઈંડ કર્યા પછી તમે દૂધીના પલ્પને ફરીથી  કઢાઈમાં નાખો અને તેમા પાણી મિક્સ કરો. 
 
હવે ત્યારબાદ સૂપમાં સ્વાદ મુજબ મીઠુ નાખો અને પછી સૂપમાં છીણેલો આદુ, કાળા મરીનો પાવડર, લાલ મરચુ પાવડર મિક્સ કરો. ધીમા તાપ પર સૂપને 15 થી 20 મિનિટ સુધી થવા દો.  તમારુ દૂધીનુ સૂપ બનીને તૈયાર છે. તેમા લીલા ધાણા અને કાળા મરીનો પાવડર ગાર્નિશ કરીને સર્વ કરો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતા નર્મદાની જન્મ કથા