Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Healthy Breakfast Recipes - ઇન્દોરી પૌઆ

poha
, સોમવાર, 2 જાન્યુઆરી 2023 (09:18 IST)
સામગ્રી - જાડા પૌઆ - 250 ગ્રામ,  લીલા વટાણા અડધો કપ, ડુંગળી ઝીણી સમારેલી - 1/2 કપ, બે ચમચી તેલ, રાઈ - 1/2 ચમચી, જીરું - 1/2 ચમચી,  હિંગ - 1 ચપટી મીઠું - સ્વાદાનુસાર, હળદર - 1/2 ચમચી, સમારેલા મરચા - 4, લીંબુનો રસ - 2 ચમચી, ખાંડ - દોઢ ચમચી અને સમારેલ કોથમીર - દોઢ ચમચી. 
બનાવવાની રીત -  પૌઆને એક ચારણીમાં ધોઈ લેવા, જો ઇન્દોરનાં પૌઆ હોય તો ધોઈને ૧૫-૨૦ મિનિટ રાખી મુકો ત્યારબાદ બનાવો. એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી. રાઈ તતડે એટલે જીરું અને હિંગ નાખવા, પછી તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી લેવી. બાદમાં વટાણા ઉમેરવા, મીઠું અને હળદર નાખવા પછી ધોયેલ પૌઆ અને સમરેલા મરચા જરૂર પડે તો મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખવા, બધું સારી રીતે મિક્સ કરવું, એકાદ મિનીટ ધીમા તાપે પકાવી, સમારેલ કોથમીર નાખી હલાવીને  ગેસ બંધ કરવો, સમારેલ કોથમીર રતલામી સેવ અને તીખી બુદી વડે સજાવવા, સજાવવા દાડમના દાણા અને લીંબુની ફાડ પણ મૂકી શકાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indori Poha રેસીપી: 10 મિનિટમાં 'ઈંદોરી પોહા' તૈયાર કરો, તેને બનાવવાની પરફેક્ટ રીત જાણો