Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી વાનગી - દાબેલી

ગુજરાતી વાનગી - દાબેલી
સામગ્રી - 8 પાવ, 2 ચમચી માખણ, અડધો કપ મીઠી ચટણી, અડધો કપ લાલ કે લીલી ચટણી, 2 ચમચા મસાલા મગફળી, અડધો કપ પાતળી સેવ, અડધો કપ કાપેલી લીલી કોથમીર, એડધો કપ દાડમના દાણાં.

દાબેલી મસાલા માટે - આખાં ધાણાં 2 ચમચી, 1 નાની ચમચી જીરું, 1 લાલ મરચું, એક ઇંચનો તજનો ટૂકડો, 2 લવિંગ, 3-4 કાળા મરી.

દાબેલી સ્ટફિંગ માટે - 4 બટાકા, 2 ટામેટા, 1 લીલું મરચું, 1 ઇંચ લાંબો આદુંનો ટૂકડો, 1 ચમચો માખણ, 1 ચમચો તેલ, અડધી નાની ચમચી જીરું, 1 ચપટી હિંગ, પા ચમચી હળદર, 3/4 નાની ચમચી ખાંડ(જો તમે ઇચ્છો તો) , 1 નાની ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - બટાકાને બાફીને છોલી મેશ કરી દો. ટામેટા ધોઇ નાના નાના નાના કાપી લો. આદુંને પીસીને પેસ્ટ બનાવો અને લીલી મરચાં કાપી લો.

હવે સ્ટફિંગમાં મિક્સ કરવા માટે દાબેલીનો મસાલો બનાવી લઇએ છીએ.

દાબેલી મસાલો - લાલ મરચાંને છોડી અહીં દર્શાવેલો બધો મસાલો તવી પર બ્રાઉન રંગનો થાય ત્યાંસુધી શેકી લો. શેકેલા મસાલાને ગરમ કરી બારીક પીસી લો. દાબેલીનો મસાલો તૈયાર છે. આ મસાલાને દાબેલીનું સ્ટફિંગ બનાવતી વખતે તેમાં મિક્સ કરવો.

દાબેલી સ્ટફિંગ - કઢાઈમાં માખણ અને તેલ નાંખીને ગરમ કરો. ગરમ માખણમાં હિંગ અને જીરું નાંખો, જીરું થોડું સામાન્ય શેકાય એટલે આદું, લીલા મરચાં અને હળદરનો પાવડર નાંખો. સામાન્ય શેકો, કાપેલા ટામેટાં નાંખો અને ટામેટાં મેશ થાય ત્યાંસુધી સાંતળો. તેમાં બટાકા, મીઠું અને દાબેલીનો મસાલો મિક્સ કરો અને 3-4 મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી બધો મિક્સ કરેલો મસાલો ગરમ કરો. તૈયાર છે દાબેલીમાં ભરવા માટેનુંસ્ટફિંગ .

દાબેલી બનાવો - પાવને વચ્ચેથી કાપી લો. તવી ગરમ કરો. કાપેલા પાવની ઉપર-નીચે થોડું માખણ લગાવો. પાવને બંને તરફથી સામાન્ય બ્રાઉન રંગનું શેકી લો.

પાવના કાપેલા ભાગને ખોલો. ખુલેલા ભાગની અંદર બંને બાજુ એક તરફ મીઠી અને બીજી બાજુ નમકીન લીલ ચટણી લગાવો. હવે એક ચમચીથી વધુ દાબેલીનો મસાલો સ્ટફિંગ માટે વચ્ચે મૂકો. તેની ઉપર સીંગ દાણા, 1 ચમચી સેવ, 1 નાની ચમચી કોથમીર અને 1 નાની ચમચી દાડમના દાણાં રાખો. દાબેલીને હાથથી દબાવી બંધ કરી દો.

સ્વાદિષ્ટ દાબેલી તૈયાર છે. ગરમ-ગરમ તાજી દાબેલી પીરસો અને ખાઓ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટૂથપેસ્ટ દૂર કરે છે બ્લેકહેડસ , જાણો એના ફાયદા