Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

Gujarati Vrat Recipe- સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડા- અમે તમારા માટે લાવ્યા છે ફરાળી વાનગીઓ

Sabudana Vada and ... recipe in Gujarati
, બુધવાર, 6 ઑક્ટોબર 2021 (11:54 IST)
જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, નવરાત્રિ, તો જાણો કયાં પકવાન હોવા જોઈએ. વ્રત પારણુ કરતા સમયે સલાદમાં કાકડી, ગાજર લઈ ત્યાં જ થાળીમાં પૂરી અને મોરૈયો સાથે સાબૂદાણાના પાપડ મૂકો. ચટણીમાં નારિયેળની ચટણી શાકમાં શાહી પનીર અને અરબી મસાલા અને બટાટાની સૂકી શાક તમારી થાળીમાં હોવા જોઈએ. રાયતામાં ફ્રૂટ રાયતા લઈ શકો છો. પહેલા દિવસ સ્વીટમાં સાબૂદાણાની ખીર ખાઈ શકો છો.... 

 Gujarati Vrat Recipe- સાબુદાણાની ખીચડી
સામગ્રી - 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, એક લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, કઢી લીમડાના પાંચ છ પાન મીઠુ સ્વાદ મુજબ અને તેલ.
બનાવવાની રીત - સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં
વાટી લો. બટાકાને બાફીને છોલી લો અને તેને મધ્યમ સાઈઝમાં કાપી લો. સાબુદાણાની અંદર સીંગદાણાનો ભૂકો, મીઠુ અને ખાંડ મિક્સ કરી રાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરો.
તેમા જીરુ અને લીમડો તતડાવો. પછી તેમા સમારેલા લીલા મરચા નાખી સૌ પ્રથમ બટાકા નાખો. બટાકા સાધારણ સાંતળ્યા પછી તેમા સાબુદાણાનુ મિશ્રણ નાખી દો. સાધારણ પાણીનો છટકાવ કરીને સાબુદાણા 5 મિનિટ માટે ઢાકી મૂકો. લીંબુનો રસ નાખી હલાવો અને સમારેલા ધાણા ભભરાવી ગેસ પરથી ઉતારી લો.
* સાબૂદાણાની ખિચડીનો સ્વાદ વધારવા માટે તેને
વાટેલી ખાંડ, લીમડો, કોથમીર અને બટાટાની ચિપ્સથી સજાવીને ખાવી.
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોડે સુધી બેસવાથી થઈ શકે છે Dead butt syndrome રોગ જાણો લક્ષણ અને ઉપચાર