Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેસીપી- રાજસ્થાની વાનગી , દાલ-બાટી- (Daal - Batti) -

રેસીપી- રાજસ્થાની વાનગી , દાલ-બાટી- (Daal - Batti) -
, શુક્રવાર, 6 જુલાઈ 2018 (13:38 IST)
દાલ-બાટી- (Daal - Batti) -
આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે દાલ -બાટી. 

 
આ વાનગી જ્યારે રજા હોય , ઘરે  મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય  તો આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. એને બનાવતામાં તમે બહુ વાતચીત સાથે આ તૈયાર કરી શકો છો. હવે વધારે વાત ન કરતા અને તમને આ વાનગીની વિધિ જણાવીએ છે અને એક સ્પેશલ ભોજન તૈયાર કરીએ છે. 

 
બાટી માટે સામગ્રી( For bati or dumplings)
ઘઉંનો લોટ -400 ગ્રામ 
રવો - 100 ગ્રામ 
ઘી- 100 ગ્રામ 
અજમો- અડ્ધી નાની ચમચી 
બેકિંગ સોડા - અડ્ધી નાની ચમચી 
મીઠું -સ્વાદપ્રમાણે 

બનાવવાની રીતે - How to make Dal Bati
webdunia

 
લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી મિક્સ કરો. હૂંફાણા પાણીની સહાયતાથી લોટને રોટલીના ક લોટથી થોડું ટાઈટ બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય . 20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો. બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો. 
 
હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા શેકવા માટે રાખો. આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો. બાટી ફટવા લાગશે  અને બ્રાઉન થઈ જશે . શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો. હવે શેકેલી બાટીને વચ્ચેથી ફોડીને ઘી માં ડુબાડીને કાઢી લો. 
 


દાળ બનાવવાની રીત-

તમે ઈચ્છો તો એમાં મિક્સ દાળના ઉપયોગ કરી શકો છો નહી તો માત્ર તુવેરની દાળ પણ બનાવી શકાય છે. 
 

સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, , 1 ચપટી મેથી, તલનું તેલ, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર,  ગરમ મસાલો,  ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.

 

webdunia

webdunia

બનાવવાની રીત : તુવેરની દાળને પાણીમાં નાંખીને તેમાં ચપટી મેથી અને એક ચમચી ચણાની દાળ નાંખી એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને બાફવી. બાફ્યા બાદ

વઘાર માટે ઘી ગરમ કરો એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાંખવું. હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને હળદર નાંખવી. હળદર એટલા માટે કે તેને દાળમાં નાંખવાથી દાળનો રંગ સારો આવે અને પિત્ત ન કરે. ધીમા તાપે વધાર થઇ ગયા પછી  ધીમા તાપે બે-પાંચ મિનિટ ઉકાળવું. ત્યારબાદ દાળમાં ગોળ નાંખવો. આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, ગરમ મસાલો અને ધાણાજીરુ નાંખવું. 








Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pashmina Shawl- અસલી પશ્મીનાની શાલ, શું સાચે વીંટીથી પસાર થઈ જાય છે.