Publish Date: Fri, 08 Jun 2018 (17:51 IST)
Updated Date: Fri, 08 Jun 2018 (16:55 IST)
સ્નેક્સમાં ઝટપટ બનાવીને કઈક ખવડાવવા છે તો મકાઈના ભજીયા જરૂર બનાવો. તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે.
સામગ્રી
એક નાની વાટકી મકાઈ
બે ત્રણ બાફેલા બટાટા
એક ડુંગળી સમારેલી
બે લીલા મરચા સમારેલાં
એક નાની ચમચી લસણ પેસ્ટ
એક નાની ચમચી વાટેલું આદું
ચાર મોટી ચમચી કાર્વ ફ્લોર
એક નાની ચમચી ચાટ મસાલા
એક નાની ચમચી અજમો
મીઠું સ્વાદપ્રમાણે
કોથમીર
વિધિ
- સૌથી પહેલાં મકાઈના દાણાને સાફ કરી દરદરો વાટી લો.
- હવે એક વાડકીમાં બટાકાને મેશ કરી લો.
- બટાકામાં સમારેલી ડુંગળી,લીલા મરચાં, આદું, લસણ, ચાટ મસાલા, અજમો, મીઠું, કોથમીર અને કાર્ન ફ્લોર મિક્સ કરો.
- મધ્યમ તાપ પર કડાહીંમાં તેલ ગરમ કરવા મૂકો
- ગરમ થતાં જ મિશ્રણના નાના-નાના ગોળ ભજીયા નાખો .
- ભજીયાને સોનેરી થતાં સુધી ફ્રાઈ કરો.
- તૈયાર છે મકાઈના ભજીયા કે કાર્ન ભજીયા. ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો.