Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વાદિષ્ટ રેસીપી - ચીઝ બોલ

સ્વાદિષ્ટ રેસીપી - ચીઝ બોલ
લોટનું મિશ્રણ તૈયાર કરવા માટે - અડધો કપ મેંદો, 1 કપ મકાઈનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, ચપટી સોડા, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી મરચું પાવડર.


મસાલો બનાવવા માટે - 1 કપ ફ્રેશ ચીઝ, 1/4 કપ બાફેલી પાલક, અડધો કપ ઉકાળેલા સ્વીટ કોર્ન, 1 કપ કાપેલી ડુંગળી, કાળા મરીનો પાવડર.

બનાવવાની રીત - મસાલાનું મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલા ચીઝ, પાલક, ડુંગળી, સ્વીટ કોર્ન, મીઠું અને કાળા મરીનો પાવડર એકસાથે સારી રીતે મિક્સ કરો. એક બીજા વાટકામાં મેંદો, કોર્ન ફ્લોર, ચોખાનો લોટ, બેકિંગ સોડા, કાળા મરીનો પાવડર, ગરમ મસાલો, પાણી અને મીઠાનું મિશ્રણ તૈયાર કરો. ત્યાર બાદ મસાલા માટેની તૈયાર કરેલી સામગ્રીમાંથી નાના-નાના બૉલ બનાવી લો અને લોટના મિશ્રણમાં બોળીને કાઢી લઇ ડીપ ફ્રાય કરો. આ રીતે બધા મિશ્રણમાંથી ચીઝ બૉલ તળીને તૈયાર કરો.

Share this Story:

Follow Webdunia gujarati