શિયાલાની ઋતુમાં મૂળા અને ગાજર બંને ઓછા બજેટમાં પર્યાપ્ત માત્રામાં મળી જાય છે. જો તમે આ સીઝનમાં મૂળા ગાજરનુ અથાણું ટ્રાય કરશો તો તમારા ભોજનનો સ્વાદ વધી જશે.
આ વિધિથે અથાણુ બનાવ્યા પછી તેને અનેક દિવસો સુધી વાપરી શકો છો. સાથે જ રોજ જમતી વખતે ખાવાથી તેનો ટેસ્ટ ચેંજ થઈ જશે. એટલુ જ નહી આ અથાણુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. આ ઉપરાંત તમે ઠંડીમાં તેને ગરમા ગરમ પરાઠા અને પૂરી સાથે પણ ખાઈ શકો છો.
મૂળા - 500 ગ્રામ (છાલટા કાઢેલા)
ગાજર - 250 ગ્રામ (છાલટા કાઢેલા)
આદુ - 50 ગ્રામ (છાલટા કાઢેલુ)
લીલા મરચા 50 ગ્રામ
મીઠુ સ્વાદ મુજબ
સરસિયાનુ તેલ - અડધો કપ
લાલ મરચુ પાવડર - એક નાની ચમચી
હળદર પાવડર - એક નાની ચમચી
કાળા મરી - અડધી નાની ચમચી (વાટેલા)
અજમો - અડધી નાની ચમચી
સરસવ પાવડર - 6 નાની ચમચી
હિંગ - 2 ચપટી
સિરકા - 2 ટેબલ સ્પૂન
મૂળા ગાજર આદુને સારી રીતે ધોઈને તેનુ પાણી સૂકાવી લો..
લીલા મરચાની દંડી કાઢીને તેને પણ ધોઈને સૂકાવી લો.
મૂળા ગાજરને 2-2 ઈંચમાં કાપી લો. ધ્યાન રાખજો કે ટુકડાની લંબાઈ પાતળી રહે.. આદુને લંબાઈમાં પાતળા ટુકડા કાપી લો.. લીલા મરચાના લંબાઈમાં બે ભાગ કરો
આ બધાને એક બાઉલમાં કાપીને મુક્યા પછી તેમા 2 ચમચી મીઠુ નાખી મિક્સ કરી લો.
સારી રીતે મિક્સ થતા તેને એક કંટેનરમાં મુકીને 24 કલાક માટે મુકી રાખ્હો
10-12 કલાક પછી કંટેનરને હલાવી લો. 24 કલાક પછી કંટેનરના મૂળા ગાજરના જ્યુસને ગાળીને જુદુ મુકો.
ગાજર મૂળાના ટુકડાને થાળીમાં ફેલાવીને તાપમાં મુકો
ત્યારબાદ તેમા મીઠુ હળદર લાલ મરચુ કાળા મરી અજમો અને સરસવ પાવડર સારી રીતે મિક્સ કરી લો
હવે પેનમાં સરસવનુ તેલ ગરમ કરો જ્યારે ઘુમાડો નીકળે ત્યારે ગેસ બંધ કરો
તેલ સાધારણ ઠંડુ થતા હીંગ નાખો અને તેલને અથાણા પર નાખો અને સારી રીતે મિક્સ કરો
બધા મસાલા સારી રીતે મિક્સ થયા પછી તેમા ઉપરથી સિરકા નાખો..
તૈયાર છે મૂળા ગાજરનું અથાણુ