ગતિશીલ ગુજરાત-ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ ૨૦૧૬ એક અદભૂત અને અનોખો માર્ગ છે જેના દ્વારા આપણી ભાવિ પેઢીઓને આપણી સોનેરી ભૂમિ અને ભવ્ય સંસ્કૃતિના વારસાની ઓળખ આપી શકાશે. જે વિશ્વભરમાં વસકા ગુજરાતીઓ માટે પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે. જેથી તેઓ તેમની માતૃભૂમિ સાથે મજબૂત નાતો જાળવી શકે અને ભાવિ બિઝનેસ અને કમ્યુનિટી લીડરશીપ માટે નવું ખેડાણ કરી શકે. આ વિઝન અને મિશન સાથે ગતિશીલ ગુજરાત-ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ ૨૦૧૬નું આયોજન આજે એએમએ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ઉમદા કાર્યને સશક્ત કરતું યુએસએ સ્થત નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ફ્રેન્ડસ ઓફ ગુજરાતની સ્થાપના અને નેતૃત્વ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓની સાથે અન્ય અત્યંત પ્રેરિત અને આતુર ગુજરાતીઓનું જૂથ સંકળાયેલ છે. જેમણે આ સંસ્થાની સ્થાપના માતૃભૂમિને વાસ્તવિક રીતે કંઈક પરત કરવાની ભાવના અને ભારતમાંના ગુજરાતીઓ અને યુએસમાં વસતા ગુજરાતીઓ વચ્ચે કલ્ચરલ અને બિઝનેસ એક્સચેન્જસને પ્રોત્સાહિત કરી શકાય.
યુએસએ ચેપ્ટરના પ્રેસિડન્ટ કિરીટ પટેલે કહ્યું હતું, નવું ગુજરાત ભારતના ગુજરાત કરતા હજારો માઈલ દૂર છે અને તે યુએસએમાં આ વિશાળ કર્ાયક્રમનું આયોજન ૩ દિવસ માટે કરશે. આ કોન્ફરન્સમાં ૪૦૦૦૦થી વધુ ગુજરાતીઓ સામેલ થશે. તેમણે કહ્યું હતું, ગ્લોબલ ગુજરાત કોન્ફરન્સ ઉગતા ગુજરાતમાં યોગદાન આપનાર માધ્યમ બનશે. અમારૂ મિશન ગતિશીલ ગુજરાતના વિઝનને પરિપૂર્ણ કરવાનું છે.
ફ્રેન્ડસ ઓફ ગુજરાત દ્વારા યુએસએમાં ર્વષ ૨૦૧૦માં ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત નામથી વિશાળ કાર્યક્રમો યોજાયા હતા. ૨૦૧૩માં ભવ્ય અને દિવ્ય ગુજરાતનું આયોજન થયું તેમજ આ વખતે ૨૦૧૬માં ગતિશીલ ગુજરાત-ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ ૨૦૧૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આપણી સોનેરી ભૂમિ અને તેના ભવ્ય વારસા વિશે ભાવિ પેઢીઓને જાણકારી આપવા માટેનો એક અનોખો માર્ગ અપનાવાયો છે.
ઈન્ડયા ચેપ્ટરના પ્રમુખ શૈલેષ સાવલિયાએ કહ્યું હતું, ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ ૨૦૧૬ એક એવી વિશાળ સ્પર્ધા છે કે તેમાં સુંદર રીતે આપણા સુંદર ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વારસાને વર્ણવવામાં આવશે. આ કોન્ફરન્સ રાઈઝીંગ ગુજરાતમાં યોગદાન આપવાનું માધ્યમ બનશે અને એટલું જ નહીં પણ આ કોન્ફરન્સમાં દરેક માટે કંઈક સામેલ રહેશે. જે પછી બિઝનેસ મીટ, કલ્ચરલ પ્રોગ્રામ્સ, ધાર્મિક કાર્યક્રમો કે પ્રદર્શનો પણ હશે.
ફ્રેન્ડસ ઓફ ગુજરાત એ યુએસએ સ્થત નોનપ્રોફિટ સંસ્થા છે. તેની સ્થાપના ૨૦૧૦માં એનઆરજી કિરીટ પટેલ દ્વારા અન્ય અત્યંત પ્રેરિત અને આતુર નોન રેસિડન્ટ ગુજરાતીઓના જૂથ સાથે મળીને થઈ હતી. જેમાં આપણી માતૃભૂમિને કંઈક પરત કરવાની ભાવના તથા ભારત અને યુએસએ વચ્ચે કલ્ચરલ તથા બિઝનેસ એક્સચેન્જને પ્રોત્સાહન આપવાનું વિઝન છે. તેનું મુખ્ય મિશન એવા બાળકોને સપોર્ટ કરવાનું છે જેઓ સરહદે તેમના વાલીઓને ગુમાવી ચૂક્યા છે.
ફ્રેન્ડસ ઓફ ગુજરાત ઢપણે સંવાદ, વિચારો અને બિઝનેસ એક્સચેન્જમાં માને છે કે જેનાથી ગુજરાતને વધુ નવી ઊંચાઈએ પહાચાડી શકાય અને તે વધુ પ્રકાશમય બને. ગુજરાત સરકાર, અગ્રણી ઉદ્યોગપતિઓ અને કમ્યુનિટી લીર્ડસના સંપૂર્ણ સહયોગ સાથે ફ્રેન્ડસ ઓફ ગુજરાતે એવું પ્લેટફોર્મ સજ્યુ છે જે વિશ્વભરના ગુજરાતીઓને એક કરે છે.