Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝાડ કપવું હોય તો ઓનલાઇન અરજી ફરજીયાત

ઝાડ કપવું હોય તો ઓનલાઇન અરજી ફરજીયાત
અમદાવાદ, , શુક્રવાર, 3 જૂન 2016 (12:38 IST)
રાજ્ય વન અને પર્યાવરણ વિભાગે ઉદ્યોગ અને વાણિજ્ય કંપનીઓના લાભાર્થે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. હવે, ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ છેદન માટે ઓનલાઈન અરજી કરવાની ફરજીયાત રહેશે. હાલમાં ખાનગી માલિકીની જમીન ઉપર ઉગેલા વૃક્ષો કાપવા અને નિયંત્રણ મુદ્દે સૌરાષ્ટ્ર વૃક્ષ  છેદન અધિનિયમ કાયદો-૧૯૫૧ અમલમાં છે. ત્યારે રાજ્ય વન અને પર્યાવરણ વિભાગે ઉદ્યોગ અને વાણિજ્ય કંપનીઓના લાભાર્થે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગ અને વાણિજ્ય હેતુસર જમીનમાંથી વૃક્ષો કાપવાના થાય તો તેના માટે કાર્ય પદ્ધતિ નક્કી કરાઈ છે.

 આ માટે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. શહેરોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવેલા અધિકારી, શહેરી સત્તામંડળમાં મુખ્ય કારોબારી અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ગ્રામીણ વિસ્તારમાં મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે રાજ્યના વન મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી કે પ્રકારના ૮૬ વૃક્ષો. ખ પ્રકારના ૨૨ જાતના વૃક્ષો ઉપરાંત પાંચ અનામત પ્રકારના લીમડો, દેશી બાવળ,આંબો, કણજી અને આંબલીના વૃક્ષોને કાપવા માટે સક્ષમ અધિકારીની સમક્ષ ઓનલાઈન અરજી કરવી પડશે અને આ અધિકારીઓ દ્વારા નિર્ધારીત સમય મર્યાદામાં તે અરજીનો નિકાલ કરશે. જેને લીધે રાજ્યમાં ઉદ્યોગો અને વાણિજ્યક પ્રવૃત્તિ ઝડપી થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બોન્ડ ભરો પણ ગામડે નહીં જઇએ - મેડીકલ સ્ટુડન્ટ