Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમીને કારણે વઘુ એકનું મોત

ગરમીને કારણે વઘુ એકનું મોત
, બુધવાર, 8 જૂન 2016 (15:34 IST)
રાજ્યમાં ગરમીએ ફરી એકવાર માથુ ઉચકતા રોગચાળામાં પણ તીવ્ર વધારો થયો છે.  ગરમીના
કારણે આજે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એક આધેડનું મૃત્યુ થયુ છે. આ સાથે જ ચાલુ સીઝનમાં
ગરમીથી મૃત્યુનો આંકડો ૧૮ પર પહોંચ્યો છે. જ્યારે હિટસ્ટ્રોકના કુલ ૯૫ કેસ નોંધાયા છે.  જુન
મહિનામાં ફરીથી શરુ થયેલ ગરમીના નવા રાઉન્ડના કારણે ૧૦૮ને મળતા કોલની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરમાં  છાતીના દુઃખાવાના ૭૨, બેભાન થવાના ૧૬૨, પેટમાં દુઃખાવાના ૨૦૭, લોકોને હાઈ અને લો બીપીના ૨૨ કેસ તેમજ ચક્કર આવવાના ૧૩૧ સહિત કુલ ૮૮૪ કોલ૧૦૮ને મળ્યા છે.

આ ઉપરાંત મલેરીયા સહિતના કેસોમાં પણ વધારો થયો છે.  ચાલુ વર્ષે પર્થમ પાંચ મહિનામાં શહેરમાં સાદા મલેરીયાના ૧૨૪૫, ઝેરી મલેરિયાના ૬૫, ચીકનગુનિયાના બે અને ડેંગ્યુના કુલ ૧૮૧ કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલ્ટીના ૪૨૭૨, કમળાના ૧૫૨૮, ટાઈફોઈડના ૧૨૫૬ કેસ નોધાયા છે.  જેના કારણે ફરી એકવખત આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે અને શહેરમાં ઠેર ઠેર લોકોને હિટવેવથી બચાવવા માટેના કાર્યક્રમ શરુ કરાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી હવે શરૂ કરે રાજીવ ગાંધી આત્મહત્યા યોજના