મધ્યપ્રદેશમાં બડવાની જીલ્લાની કલેક્ટર અજય ગંગવાર અને નરસિંહપુરની કલેક્ટર સીબી ચક્રવર્તીના સોશિયલ મીડિયા પર પોસ્ટ પછી આને જ લગતા સમાચારમાં તહસીલદાર અમિતા સિંહનુ નામ પણ જોડાય ગયુ છે. અમિતા સિંહે પહેલા બે અધિકારીઓને ઉંધી પોસ્ટ લખતા મોદી સરકારના વખાણ કર્યા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી. જો કે વિવાદ વધ્યા પછી તેમને આ પોસ્ટને હટાવી લીધી. પણ તેવુ કરવાથી એક ચર્ચા વધુ ચર્ચામાં આવી કે શુ રાજ્ય સરકાર તેમના પર પણ કાર્યવાહી કરશે ?
તેમને પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યુ કે મોદીએ રાજીવ ગાંધી આત્મહત્યા યોજના શરૂ કરવી જોઈએ. અમિતા સિંહે ફેસબુક વૉલ પર લખ્યુ પ્રધાનમંત્રી અફગાનિસ્તાન ગયા. ત્યા મુસ્લિમોએ ભારતના ઝંડા લઈને રસ્તા પર વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા. તેમણે પીએમને અનુરોધ કર્યો કે તે રાજીવ ગાંધી આત્મહત્યા યોજના શરૂ કરે જેથી સેક્યુલર અને કોંગ્રેસી વિચારવાળા લોકો આવા સમાચાર સાંભળીને આત્મહત્યા કરી શકે.