Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક બાજુ દલિતો અને બીજી બાજુ ઠાકોરો સહિત પાટીદાર આંદોલન - સરકાર ઘેરાશે કે મજબૂત આંદોલન થશે ?

એક બાજુ દલિતો અને બીજી બાજુ ઠાકોરો સહિત પાટીદાર આંદોલન - સરકાર ઘેરાશે કે મજબૂત આંદોલન થશે ?
, સોમવાર, 29 ઑગસ્ટ 2016 (13:52 IST)
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારનો મામલો હજુ શાંત નથી થયો. દલિત અત્યાચાર લડત સમિતિએ અમદાવાદથી ઉનાની દલિત અસ્મિતા યાત્રાનું આયોજન કર્યા બાદ આગામી દિવસોમાં દલિત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે. સમિતિના સંયોજક જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં દલિતોના પ્રશ્નો સરકાર ગંભીરતાથી લે તે માટે સરકારની ઊંઘ ઉડાવવા માટે ગુજરાતમાં રેલરોકો આંદોલન કરાશે અને તેને સફળ બનાવવાના ભાગરૂપે રાજ્યમાં 6 જનસભાઓ અને એક યાત્રાનું આયોજન કરવામાં આવશે.
 
જિજ્ઞેશે વધુ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં દલિતોના સળગતા પ્રશ્નો અંગે ભાજપ સરકાર હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. તેને જગાડવા માટે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમદાવાદના અસારવા અને દાણીલીમડા વિધાનસભા ક્ષેત્રોમાં જનસભાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ સાણંદ, બાવળા, ધોળકા, સુરેન્દ્રનગર સહિત રાજ્યની 13 અનામત બેઠકો ઉપરાંત દલિત પ્રભાવિત બીજી બેઠકો પર મળીને કુલ 15 જનસભાઓ અને એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી આથી સપ્ટેમ્બરમાં જ સમિતિ દ્વારા રાજ્યમાં થનારા રેલરોકો આંદોલનને સફળ બનાવવામાં આવશે.
ગુજરાતમાંથી દારૂના વ્યસનને દૂર કરવા માટે છેલ્લી લડાઇ લડવી છે. કરો યા મરો ગુજરાતમાંથી દારૂ તો હટાવી ને જ રહીશુ. જેના માટે બાહોશ અને મક્કમ યુવાનો મેદાને ઉતર્યા છે. રવિવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતું કે   સેનાના યુવકોએ વ્યસનમુક્તિ અભિયાન ઉપાડી લીધુ હતું. મોટાભાગના ગામો વ્યશનમુક્ત બન્યા હતા.જોકે, કેટલાક રાજકારણીઓ તેમજ સમાજના અગ્રણીઓના પેટમાં તેલ રેડાતાં તેમણે ઠાકોર સેનાને ફસાવવાના કાવતરા રચવા માંડ્યા હતા. સેનાના યુવાનો ઉપર જાનનુ જોખમ વધતાં અત્યારે જનતા રેડ બંધ કરી છે. પરંતુ ગુજરાતમાંથી દારૂને તો કાઢવો છે. તેના માટે અમારે છેલ્લી લડાઇ લડવી છે. અને છ નવેમ્બરે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન તેમજ વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે. આ આંદોલન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી મુખ્યમંત્રી તેમજ તમામ ધારાસભ્યો વિધાનસભામાં કાયદા ન બનાવે. આ ઉપરાંત દારૂબંધના કાયદામાં દારૂ વેચનારને દસ વર્ષની કેદ અને રૂ. પાંચ લાખનો દંડ તેમજ દારૂ ખરીદનારને બે વર્ષની કેદ અને રૂપિયા બે લાખના દંડની જોગવાઇ, દરેક શિક્ષિત બેરોજગારને કામ-વળતર મળે, નર્મદાના પાણી ઉદ્યોગોને બદલે ખેડૂતોને સિંચાઇ માટે મળે અને શિક્ષણનુ વેપારીકરણ બંધ કરી નવી સિક્ષણ નીતિ બનાવવાની પણ માંગણી કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મનકી વાતમાં બોલ્યા મોદી- ઓલંપિકમાં મેડલ લઈને દીકરીઓએ દેશનું માથું ઉંચો કર્યા- કશ્મીરમાં જાન કોઈની જાય , નુકશાન દેશનું થશે.