Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નંદાસણના આરોગ્ય કેન્દ્રની ઘટના-- મહિલાની પથારીમાં પ્રસુતી, સ્ટાફ બાજુના રૂમમાં ઊંધી ગયો

નંદાસણના આરોગ્ય કેન્દ્રની ઘટના-- મહિલાની પથારીમાં પ્રસુતી, સ્ટાફ બાજુના રૂમમાં ઊંધી ગયો
, ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (14:37 IST)
સરકાર સબકા સાથ સબકા વિકાસના નારાઓ લગાવી રહી છે પણ તેનું તંત્ર માનવાતા વિસરી ગયું છે. અધિકારીઓમાં માત્ર સરકારી પગારને જ મહત્વ અપાતું હોવાનું અનેક દાખલાઓમાં જોવા મળી રહ્યું છે. અનેક દાખલાઓ એવા છે જે સરકાર સામે રોજ પ્રકાશિત થાય છે. જ્યારે અધિકારીઓ બિંદાસ્ત પોતાની મસ્તીમાં કોઈ પણ જાતના ડર વિના મ્હાલ્યા કરે છે. મહેસાણા જિલ્લાના નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મંગળવારે રાત્રે કડીના નારોલા ગામની મહિલાને પ્રસૂતિ માટે લવાઇ હતી. આ દરમિયાન આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ મોડી રાત્રે ઉંઘતો રહ્યો અને મહિલાની બેડમાં જ પ્રસૂતિ થઇ ગઇ હતી અને નવજાત બાળક મહિલાના હાથમાંથી સરકીને સીધું બેડ પર પડ્યું હતું. બાદમાં સફાળા જાગેલા  સ્ટાફે જરૂરી સારવાર બાદ મહિલાને તેના બાળક સાથે મહેસાણા સિવિલમાં ટ્રાન્સફર કરી હતી. કડી તાલુકાના નારોલા ગામના સરદારજી ઠાકોરની પત્ની નેહાબેનને મંગળવારે રાત્રે 10 કલાકે પેટમાં દુ:ખાવો થતાં નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ સારવાર કરાવી હતી. જેમાં હાજર સ્ટાફે પ્રસૂતિના હજુ 2 મહિના બાકી હોવાનું કહી જરૂરી દવા આપીને દંપતીને ઘરે રવાના કરાયું હતું. જોકે, રાત્રે 2 વાગે મહિલાને ગર્ભ રહ્યાના 7 મહિના અને 10 દિવસે પ્રસૂતિની પીડા ઉપડતાં ફરી તાત્કાલિક આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાઇ હતી.

મહિલાના પતિ સરદારજીના કહેવા મુજબ, હાજર નર્સ ઇન્જેકશન આપીને બાજુના રૂમમાં સૂવા ચાલી ગઇ હતી, જ્યારે હું રૂમની બહાર અને મારી બા પત્ની સાથે બેસી રહ્યા હતા. દરમિયાન અચાનક નેહાને પ્રસૂતિની પીડા ઉભી થઇ હતી અને દુ:ખાવાની વેદના વચ્ચે તેને પુત્રને લેબરરૂમમાં નહીં પરંતુ વોર્ડના ખાટલામાં જ બાળકને જન્મ આપ્યો હતો.  આ સમયે ર્ડાકટર કે નર્સ હાજર નહતા. આટલું ઓછું હોય તેમ મહિલાએ પકડેલું નવજાત બાળક હાથમાંથી સરકીને ખાટલામાં પડતાં હાજર પરિવારજનોના જીવ અધ્ધર થઇ ગયા હતા. દરમિયાન મહિલાના પરિવારે બૂમ પાડતાં અહીં આવી પહોંચેલી નર્સે વેક્સીનેશન પણ આપ્યું. જરૂરી સારવાર બાદ મહિલાને તેના બાળક સાથે મહેસાણા સિવિલમાં રવાના કરી હતી. જ્યાં બાળકને હાલ કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે. આવા નીચ અને નીંભર તંત્રને પોતાની નિષ્ઠૂરતાની સજા આપવા માટે સરકાર કેવા પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈક કરે છે તે હવે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે આ ઘટનાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરબાડામાં પુત્રની લાલસા ઠગારી નિવડી, આખરે 17મા સંતાન તરીકે દિકરી અવતરી