Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરબાડામાં પુત્રની લાલસા ઠગારી નિવડી, આખરે 17મા સંતાન તરીકે દિકરી અવતરી

ગરબાડામાં પુત્રની લાલસા ઠગારી નિવડી, આખરે 17મા સંતાન તરીકે દિકરી અવતરી
, ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (14:30 IST)
પંચમહાલ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી ખરેળી ગામનાં દંપતીને ત્યાં પુત્રની લાલસા ઠગારી નિવડતા આખરે 17મી વાર પારણુ બંધાયુ  છે અને 17મી વખતે પણ આ દંપતીને ત્યાં દિકરીએ જન્મ લીધો હતો. હાલમાં આ દંપતીને ત્યાં 14 દિકરીઓ તથા 1 દિકરો હયાત છે. જ્યારે બે દિકરીઓ બાળપણમાં જ મૃત્યુ પામી હતી. સત્તરમા સંતાનને જન્મ આપનાર માતા ગણતરીના દિવસોમાં જ ખેતીકામમાં જોતરાયેલી જોવા મળી હતી. ગરબાડા તાલુકાના ઝરી ખરેળી ગામનાં ગામતળ ફળીયામાં રહેતા 37 વર્ષના રામચંદ સંગોડ તથા 35 વર્ષની કનુબેનને લગ્ન જીવનમાં એક પછી એક એમ કુલ 14 દિકરીઓના જન્મ બાદ 15મી વખતે દિકરાનો જન્મ થયો હતો. આ 14 દિકરીઓ પૈકી બે બાળપણમાં જ મૃત્યુ પામતા ભવિષ્યમાં દિકરાને કંઇ થાય તો અન્ય એક પુત્ર જોઇએ તેવો ઇરાદો હોવાથી ઓગષ્ટ-2015માં આ કનુબહેને 16મી સંતાન તરીકે દિકરીને જન્મ આપ્યો હતો.  તેમ છતાં દિકરાની આશ નહીં ગુમાવતાં કનુબહેને 10 દિવસ પહેલા જ 17મી દિકરીને જન્મ આપ્યો છે. હાલમાં કનુબેનની 14 દિકરીઓ પૈકી બેના લગ્ન થઇ ગયા છેઇબન્નેને ત્યાં એક- એક સંતાન છેઇ જ્યારે બે દિકરીઓ ત્રીજા ધોરણમાં અને 2 ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ તમામને અભ્યાસ નથી કરાવી શકતા. બીજી તરફ દિકરીને જન્મ આપ્યાના ગણતરીના દિવસોમાં જ કનુબેન ખેતી કામમાં જોતરાઇ ગયા હોવાનું જોવા મળ્યું હતું.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંદી : મંદિરમાં સ્વેપિંગ મશીનથી ચઢાવી રહ્યું છે ચઢાવો