Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં એક દીપડાએ હુમલો કરી એક બાળકીને મારી નાખી, જેનાથી રોષે ભરાયેલા લોકોએ તેને જીવતો સળગાવ્યો

ગુજરાતમાં એક દીપડાએ હુમલો કરી એક બાળકીને મારી નાખી, જેનાથી રોષે ભરાયેલા લોકોએ તેને જીવતો સળગાવ્યો
, શનિવાર, 5 નવેમ્બર 2016 (12:44 IST)
ગુજરાતમાં એક દીપડાએ હુમલો કરી એક બાળકીને મારી નાખી. જેનાથી રોષે ભરાયેલી ભીડે તેને જીવતો સળગાવ્યો. વાડીગામમાં આઠ વર્ષની નિકિતા વાસવ ખેતર તરફ જઈ રહી હતી ત્યારે દિપડાએ તેના પર હુમલો કર્યો. પછી આ દીપડો પિંજરામાં ફસાય ગયો હતો. પણ રોષે ભરાયેલા લોકોએ તેને જીવતો સળગાવ્યો. 
 
વન અધિકારી આર એએસ ગઢવીએ બીબીસીના અંકુર જૈનને જણાવ્યુ કે બાળકીના માર્યા ગયા પછી વન્ય કર્મચારીઓએ દીપડાને પકડી લીધો હતો.  તેમણે જણાવ્યુ, "અમે ગામની આસપાસ સાત પિંજરા લગાવ્યા હતા અને દિપડાને પકડી લીધો હતો. પણ રોષે ભરાયેલા લોકો પેટ્રોલ લઈને આવ્યા અને એ પિંજરામાં આગ ચાંપી દીધી. જેમાં  દીપડો બંધ હતો. પિંજરાની સુરક્ષામાં ગોઠવાયેલા વન્ય અધિકારીઓએન ભગાડી દેવામાં આવ્યા." 
 
તાજેતરમાં જ દેશમાં માણસ-જાનવર વચ્ચેની અથડામણના અનેક મામલા સામે આવ્યા છે. જુલાઈમાં ગુજરાતના રોજમલ ગામમાં લોકોએ લાકડી અને પત્થરોથી એક દિપડાને મારી નાખ્યો હતો. 
 
ગુજરાતમાં કુલ 1,395 દીપડા છે અને અહી તેમની બીજી સૌથી મોટી વસ્તી છે.  તેમાથી ત્રીજા ભાગના દિપડા માણસોની વસ્તીમાં રહે છે. ગયા વર્ષે દીપડાના હુમલામાં 12થી વધુ લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા. ગુજરાતમા લોકો તેમને દૂર રાખવા માટે ખેતરની આસપાસ આગ ચાંપી રાખે છે.  
 
ફેબ્રુઆરીમાં બેંગલોરમાં એક દીપડો શાળામાં ઘુસી ગયો હતો અને તેને પકડવાના ચક્કરમાં 6 લોકો ઘવાયા હતા.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશના બે રણકાંઠાઓમાં વિશાળ કેનાલનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, કચ્છથી રાજસ્થાન સુઘી પાણીની કેનાલ બનશે