Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂપાણી સરકારનો ઝપાટો, રાજ્યમાં 3,000થી વધુ કર્મચારીઓની બદલીઓ

રૂપાણી સરકારનો ઝપાટો, રાજ્યમાં 3,000થી વધુ કર્મચારીઓની બદલીઓ
, બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (12:52 IST)
વિજય રુપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રાજ્યમાં પોલીસ, મહેસૂલ અને પંચાયતોમાં 3 હજારથી વધુ કર્મચારીઓની બદલીઓની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારના જણાવ્યા મુજબ, મુખ્યપ્રધાને પદભાર સંભાળ્યા બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર્સ અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને પ્રથમ બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે, પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના 4 મુખ્ય સ્તંભ પર તેમની સરકાર જનકલ્યાણ કાર્યો કરશે.  રાજ્યના 33 જિલ્લાઓમાં 743 નાયબ મામલતદારો 987 રેવન્યુ અને પંચાયત તલાટીઓ તથા 36 ચીટનીશ-નાયબ ચીટનીશ સામે દંડાત્મક કાર્યવાહીની કડક સૂચનાઓ અપાઈ છે.  આ કેડરમાં 765 કર્મચારીઓની અન્યત્ર બદલીના હુકમો પણ ત્વરાએ સંબંધિત સત્તા તંત્ર વાહકો દ્વારા કરવામાં આવ્યા છે. સામાન્ય માનવીને કોઈ કામ માટે ક્યાંય લાંચ આપવી ન પડે તેવા ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શી શાસનની નેમ સરકાર કરવા સંબંધિત તંત્ર વાહકોને તેમના જિલ્લા-ક્ષેત્રોમાં કોઈ ગેરરીતિ શિથીલતા ચલાવી ન લેવાની કડક સૂચનાઓ અપાઈ છે. આ સૂચનાઓને પગલે તમામમ 33 જિલ્લાઓમાં કામગીરીમાં ગેરરીતિ કે શિથિલતા દર્શાવનારા કર્મીઓ-અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની આ ઝૂંબેશમાં 3464 કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને પ્રજાના જાન માલની સલામતી જેમના માથે છે તેવા પોલીસ તંત્રની છબી પણ સાફ રહે તે માટે સરકારે મહત્વતા દર્શાવી છે. આ સંદર્ભમાં પણ ફરજમાં નિષ્કાળજી અને શિથીલતા દર્શાવનારા પોલીસ કર્મીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય પોલીસ દળના 14 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 23 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, 151 હેડ કોન્સ્ટેબલ સામે દંડાત્મક કાર્યવાહી તથા 725 કર્મચારીઓની બદલી પોલીસ તંત્રમાં કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

‘વીરા હવે તો આવ અને દારૂની બદીથી વિધવા થતી બહેનોને બચાવ’ - ગુજરાતની 10 લાખ મહિલાઓ પીએમ મોદીને પત્ર લખશે